Home /News /gujarat /

સુરત : હવે હોસ્પિટલોમાં વિના મૂલ્યે ઓક્સિજન મળશે, હજીરામાં ક્રિબકો પ્લાન્ટ ઓક્સિજનનું ઉત્પાદન કરાશે

સુરત : હવે હોસ્પિટલોમાં વિના મૂલ્યે ઓક્સિજન મળશે, હજીરામાં ક્રિબકો પ્લાન્ટ ઓક્સિજનનું ઉત્પાદન કરાશે

10 મે સુધીમાં હોસ્પિટલો અને જરૂરિયાતમંદ લોકોને ઓક્સિજન વિનામૂલ્યે મળશે

10 મે સુધીમાં હોસ્પિટલો અને જરૂરિયાતમંદ લોકોને ઓક્સિજન વિનામૂલ્યે મળશે

સુરત : સુરતમાં કોરોનાનું સંક્રમણ વધવાના પગલે ઓક્સિજનની ભારે અસર વર્તાઈ રહી છે ત્યારે દેશની ફર્ટિલાઇઝર કંપની ક્રિભ્કો કોરોના દર્દીઓની મદદ માટે આગળ આવી છે. કંપની તેના હજીરા પ્લાન્ટમાં ઓક્સિજન યુનિટ શરૂ કરવા જઈ રહી છે, જેથી ઉત્પાદિત ઓક્સિજનને હોસ્પિટલોમાં વિના મૂલ્યે આપવામાં આવશે. કોરોના વાયરસથી દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં પણ કોરોનાની સ્થિતિ ગંભીર છે.

જો વાત કરીએ કોરોનાથી સૌથી વધુ સંક્રમિત થનાર સુરત શહેરની તો અહી દરરોજ 2500થી વધુ કેસ સામે આવી રહ્યા છે. આમાંના મોટા ભાગના ગંભીર દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. હોસ્પિટલોમાં આવતા મોટાભાગના દર્દીઓને તાત્કાલિક ઓક્સિજનની જરૂર પડે છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની તીવ્ર અછત છે. આ સ્થિતિમાં, ઓક્સિજન ખાતર બનાવતી કંપની, ક્રિભ્કો આગળ આવી છે અને કંપનીએ સુરતના હજીરા અને ઉત્તર પ્રદેશના શાહજહાંપુર સ્થિત તેના પ્લાન્ટોમાં ઓક્સિજન એકમો સ્થાપિત કરવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો - કોરોના : પીએમ મોદીની બેઠક, આગામી 3 મહિના સુધી વેક્સીન, ઓક્સિજનની આયાત પર કસ્ટમ ડ્યૂટી હટાવવાનો નિર્ણય

આ પ્લાન્ટ દરરોજ 100 જંબો ઓક્સિજન સિલિન્ડર સપ્લાય કરશે. કંપનીના ઓપરેશ્ન્સ મેનેજર એમઆર શર્માના કહેવા પ્રમાણે આગામી 10 મે સુધીમાં હોસ્પિટલો અને જરૂરિયાતમંદ લોકોને વિના મૂલ્યે ઓક્સિજન મળવાનું શરૂ થઈ જશે. લગભગ એક કરોડના ખર્ચે ક્રીભ્કો કંપનીના સુરત અને શાહજહાંપુરમાં ઓક્સિજન યુનિટ શરૂ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત, અમદાવાદ સ્થિત એક ખાનગી કંપનીને આ યુનિટ શરૂ કરવાના કરારથી નવાજવામાં આવ્યા છે. જોકે કોરોના ચેપ ઝડપથી વધ્યો અને ઓક્સિજનનું ઉત્પાદન શરૂ થાય તે પહેલાં, ક્રિભ્કો કંપનીએ તેના અહીયાના એકમ દ્વારા ઓક્સિજન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સફળ થઈ શક્યો નહીં. ત્યારબાદ, ક્રિભકોએ ઓક્સિજન પ્લાન્ટ માટે એક ખાનગી કંપની સાથે કરાર કર્યો છે, જે આગામી બે અઠવાડિયામાં ગુજરાત અને ઉત્તરપ્રદેશના જરૂરિયાતમંદ લોકોને નિશુલ્ક ઓક્સિજન પૂરો પાડશે.

ગુજરાતમાં કોરોનાનો કહેર વધતા સામાજિક સંસ્થાઓમાં મદદ માટે આગળ આવી છે. ઓક્સિજનની અછતને ઓછી કરવામાં ઘણી હદ સુધી સફળ થઈ છે. જોકે ઉત્તર પ્રદેશ અને આજુબાજુના રાજ્યોમાં ઓક્સિજનનો અભાવ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં, ક્રિભકોએ તેની સામાજિક જવાબદારી નિભાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલું જ નહીં, ક્રિભ્કોએ આ વૈશ્વિક મહામારીનાં પગલે મુખ્યમંત્રી ફંડમાં એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Hazira, Oxygen, સુરત

આગામી સમાચાર