ભરતસિંહ વાઢેર, વલસાડ : આ પંથકમાંથી (Valsad news) વાલીઓને ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. વલસાડના જૂજવા ગામમાં 4 બાળકોએ (kids) રમત રમતમાં ધતુરાનું ફળ ખાઈ લેતા બાળકોની તબીયત લથડી હતી. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આમ રમત રમતમાં બાળકોએ રોટલા સાથે ધતુરાના બી ખાઈ લેતા બાળકો બેહોશ થઈ ગયા હતા. અત્યારે તેઓ વલસાડની એક હોસ્પિટલના આઇ.સી.યું માં સારવાર હેઠળ છે. હાલ મળતી માહિતી પ્રમાણે, આ બાળકોનું સ્વાસ્થ્ય સારું છે.
બાળકો ઘર ઘર રમી રહ્યા હતા
બનાવની વિગત મુજબ, વલસાડ તાલુકાના જૂજવા ગામના ટેકરા ફરિયામાં કેટલાક બાળકો રમત રમી રહ્યા હતા. રમતા રમતા બાળકોને 3 ઈંટનો ઉપયોગ કરીને તેના ઉપર રસોઈ બનાવવાની રમત રમી રહ્યા હતા. જે દરમ્યાન નજીકથી ધતુરાનું ફળ લાવી તેના બી કાઢી તેને તપેલીમાં નાખીને ઘર-ઘરની રમત રમી રહ્યા હતા. જેમા ઘરમાંથી રોટલાઓ લાવીને ધતુરાનું શાક અને રોટલો ખાઈ ગયા હતા.
બાળકો બેભાન હાલતમાં મળ્યા
આમ રોટલા સાથે ધતૂરો ખાઈ જતા બાળકો રમતા રમતા બેભાન થઈ ગયા હતા. પરિવારના સભ્યો બાળકોને શોધવા ગયા ત્યારે બાળકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જેથી બેહોશ થયેલા 4 બાળકોને પરિવારજનો તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.
ત્યાંના તબીબે બાળકોની ગંભીર હાલત જણાતા વધુ સારવાર આપવા માટે ત્યાંથી વલસાની કસ્તુરબા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં હાલ બાળકોને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ સમગ્ર જિલ્લામાં થતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી.
નોંધનીય છે કે, વલસાડના અતુલ રોડ ઉપર આવેલા શાંતિવાન રિસોર્ટ સામે અતુલ તરફ જતી ઇકો કાર ન. GJ-15-CL-8585 અને રીક્ષા ન. GJ-15-Y-9684 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત તેમા સવાર 4 યાત્રીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના અંગે સ્થાનિક લોકોએ 108ની ટીમની મદદ વડે ઇજાગ્રસ્ત રિક્ષાના યાત્રીઓને નજીકની સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડયા હતા.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર