વરાછાની લેડી ડોન ભૂરીના પ્રેમી ભૂરાના સંપર્કમાં આવ્યા બાદ ભાઈલોગની સ્ટાઈલથી આકર્ષાઇને ગુનો કર્યો


Updated: August 6, 2020, 3:39 PM IST
વરાછાની લેડી ડોન ભૂરીના પ્રેમી ભૂરાના સંપર્કમાં આવ્યા બાદ ભાઈલોગની સ્ટાઈલથી આકર્ષાઇને ગુનો કર્યો
પ્રતિકાત્મક તસવીર

ટેસ્ટ ડ્રાઈવના બહાને 9 લાખની કાર લઈને રફુચક્કર થયેલા વિદ્યાર્થી સહિત ત્રણ ઝડપાયા, પોલીસની પુછપરછમાં કર્યો ખુલાસો

  • Share this:
સુરત : સુરતના વેસુ વીઆઈપી રોડ વિસ્તારમાં રહેતા એમબીએના વિદ્યાર્થીએ olx ઉપર વેચવા માટે મુકેલી રૂપિયા 9 લાખની કિંમતની ટાટા કંપનીની નેક્ષોન કાર ટેસ્ટ ડ્રાઈવના બહાને લઈને નાસી જઈ છેતરપિંડી કરનાર વિદ્યાર્થી સહિત ત્રણ જણાને ખટોદરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં વરાછાની લેડીડોન ભૂરીના પ્રેમી ભૂરાના સંપર્કમાં આવ્યા બાદ તેની ભાઈલોગ સ્ટાઈલથી આકર્ષાઇને ગુનો કર્યો હોવાની પોલીસે સામે આ યુવાનોએ કબૂલાત કરી છે.

સુરતના વેસુ વીઆઈપી રોડ પુણ્યભુમિન્યુ ખાતે રહેતા સૌરવ મનોજભાઈ મોરે એમબીએનો અભ્યાસ કરે છે. જયારે તેના પિતા કન્ટ્રકશનના વ્યવસાય સાથે જાડાયેલા છે. સૌરવે તેની ટાટા કંપનીની નેક્ષોન ગાડી olx ઉપર રૂપિયા 9 લાખમાં વેચવા માટે મુકી હતી. જે જાહેરાત જોઈને 1 તારીખના રોજ બે ગઠિયાઓએ સૌરવનો સંપર્ક કરી ગાડી જોવાને બહાને વીઆઈપી રોડ ઈસ્પેશન મોલ પાસે બોલાવ્યો હતો.

સૌરવ ગાડી લઈને પહોંચતા ગઠિયાઓ ટેસ્ટ ડ્રાઈવના બહાને ગાડી વીઆઈપી રોડ સી.બી.પટેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના પાછળના ભાગે સેકન્ડ વીઆઈપી રોડ ઉપર લઈ ગયા હતા. ત્યારબાદ ગાડી પસંદ છે તેમ કહી વિશ્વાસમાં લઈ સૌરવને પાછા ઈસ્પેશન મોલ પર છોડી દેવાનું કહ્યું હતું. આ પછી ડ્રાઈવિંગ સીટ પર આવવા માટે સૌરવ ગાડીમાંથી નીચે ઉતર્યો તે સાથે જ ગઠિયાઓ ગાડી લઈને નાસી ગયા હતા. સૌરવને ખ્યાલ આવી ગયો કે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જેથી બનાવ અંગે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી મોબાઈલ નંબરના આધારે તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો - સુરતમાં કોરોનાનો કાતિલ આતંક! ગુરૂવારે બપોર સુધી નવા 120 કેસ, કોરોના વોરિયર્સ સૌથી વધુ સંક્રમિત થયા

આ દરમિયાન પીઆઈ ટી.વી.પટેલને બાતમી મળી હતી કે olx ગાડીની જાહેરાત જોઈને ટેસ્ટ ડ્રાઈવના બહાને સૌરવને પાલગામ યુનિવર્સ રેસિડેન્સીમાં રહેતા દર્શન જયંતી ચાવડાએ બોલાવ્યો હતો. જેથી સર્વલન્સ સ્ટાફના પીએસઆઈ એ.કે.કુવડીયા, હેડ કોન્સ્ટેબલ કીશોર માધવરાવ, વિનેશ માનસીંગ અને કોન્સ્ટેબલ જયેશ વેલાભાઈની ટીમે દર્શન ચાવડાને ઝડપી પા઼ડ્યો હતો. દર્શનની પુછપરછમાં ગાડી ટેસ્ટ ડ્રાઈવના બહાને નીકુંજ જયેશ બથવાર અને ભૌતિક તુલશી ગોઝાણી નાસી ગયા હોવાની કબુલાત કરતા પોલીસે બંને જણાને પણ ઝડપી પાડ્યા હતા.
પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડી ગાડી કબજે કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ સામે કોઈ ગુના નોધાયા હોય તેવુ હજુ બહાર આવ્યું નથી. પરંતુ વરાછાની લેડી ડોન ભૂરીના પ્રેમી ભૂરાના સંપર્કમાં આવ્યા બાદ તેની ભાઈલોગની સ્ટાઈલથી આકર્ષાઇને ગુનો કર્યો હોવાની કબુલાત કરી હતી.
Published by: Ashish Goyal
First published: August 6, 2020, 3:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading