Home /News /gujarat /

ગુજરાતમાં અલ્પેશ ઠાકોર સાથે હવે કેજરીવાલ,બુટલેગરોને હવે કોઇ નહી બચાવી શકે!

ગુજરાતમાં અલ્પેશ ઠાકોર સાથે હવે કેજરીવાલ,બુટલેગરોને હવે કોઇ નહી બચાવી શકે!

અમદાવાદઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુ્પ્રીમો અરવિંદ કેજરીવાલે આજે એક વિડીયો મેસેજ જાહેર કરીને ગુજરાતમાં દારૂબંધીને ચુસ્ત રીતે અમલમાં મુકવાની ચળવળને ટેકો આપ્યો છે.અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ઠાકોરસેના પ્રમુખ અલ્પેશ ઠાકોરે દારૂબંધીના ચુસ્ત અમલીકરણ કરાવવા જે આંદોલન છેડ્યું છે તેમને મારો ટેકો આપું છું. ગુજરાતના આપ પક્ષની ઓફિસમાં આ બાબતે નાની પ્રેસવાર્તા પણ આયોજીત કરાઇ હતી.જેમાં મિડીયા કોર્ડીનેટર હર્ષિલ નાયકે દારૂબંધી અંગે પક્ષના વલણને સ્પષ્ટ કર્યુ હતું.

અમદાવાદઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુ્પ્રીમો અરવિંદ કેજરીવાલે આજે એક વિડીયો મેસેજ જાહેર કરીને ગુજરાતમાં દારૂબંધીને ચુસ્ત રીતે અમલમાં મુકવાની ચળવળને ટેકો આપ્યો છે.અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ઠાકોરસેના પ્રમુખ અલ્પેશ ઠાકોરે દારૂબંધીના ચુસ્ત અમલીકરણ કરાવવા જે આંદોલન છેડ્યું છે તેમને મારો ટેકો આપું છું. ગુજરાતના આપ પક્ષની ઓફિસમાં આ બાબતે નાની પ્રેસવાર્તા પણ આયોજીત કરાઇ હતી.જેમાં મિડીયા કોર્ડીનેટર હર્ષિલ નાયકે દારૂબંધી અંગે પક્ષના વલણને સ્પષ્ટ કર્યુ હતું.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુ્પ્રીમો અરવિંદ કેજરીવાલે આજે એક વિડીયો મેસેજ જાહેર કરીને ગુજરાતમાં દારૂબંધીને ચુસ્ત રીતે અમલમાં મુકવાની ચળવળને ટેકો આપ્યો છે.અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ઠાકોરસેના પ્રમુખ અલ્પેશ ઠાકોરે દારૂબંધીના ચુસ્ત અમલીકરણ કરાવવા જે આંદોલન છેડ્યું છે  તેમને મારો ટેકો આપું છું. ગુજરાતના આપ પક્ષની ઓફિસમાં આ બાબતે નાની પ્રેસવાર્તા પણ આયોજીત કરાઇ હતી.જેમાં મિડીયા કોર્ડીનેટર હર્ષિલ નાયકે દારૂબંધી અંગે પક્ષના વલણને સ્પષ્ટ કર્યુ હતું.નોંધનીય છે કે, ગુજરાતમાં હાલ માત્ર દારૂબંધી માત્ર નામની છે. સુરતમાં જ તાજેતરમાં બે લઠ્ઠાંકાંડમાં 14ના મોત નીપજી ચુક્યા છે. ત્યારે આજે બુટલેગરના ત્રાસથી બનાસકાંઠામાં પોલીસ કોન્સ્ટેબલે પણ આપઘાત કરી લીધો છે.ગાંધીના ગુજરાતમાં દારૂનો દરિયો વહે છે. માત્ર નામની દારૂબંધી છે.

નોધનીય છે કે, દારૂબંધીનો ચુસ્ત અમલ કરાવવા માટે ક્ષત્રિય ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઝુંબેશ હાથ ધરાઇ છે. છતાં પણ રાજ્ય સરકારના પોલીસ અધિકારીઓના આર્શીવાદથી દારૂબંધીનો અમલ થઇ શક્યો નથી. ત્યારે હવે અલ્પેશ ઠાકોરને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટેકો આપી ગુજરાતમાં દારૂબંધીનો ચુસ્ત અમલ કરવાનું સમર્થન આપતા રાજકારણ પણ ગરમાશે તે નક્કી છે.

ઠાકોર સેના હવે બુટલેગરોને પાણી બતાવવા તૈયાર

પાલનપુરઃ એક તરફ ક્ષત્રીય ઠાકોર સેના દ્વારા ગુજરાત ભરમાં દારુ બંધીને લઈને અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે ત્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના ભાભર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલે અસામાજિક તત્વોને લઈને તેમજ રાજકીય લોકોની હેરાનગતિથી આત્મહત્યા લેતા સમગ્ર વિસ્તાર માં ખળભરાટ સર્જાયો છે.બનાસકાંઠા સહીત રાજ્યભરમાં બુટલેગોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે.બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના ભાભર પોલીસ મથકના હેડ કોનસ્ટેબલ નાગજીજી ઠાકોરે રાજકીય તેમજ અન્ય કોન્સ્ટેબલોની હેરાનગતિથી આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે.

સુસાઇડ નોટ માં ભાભર નગરપાલિકા પ્રમુખ વૈંકુઠ રામ આચાર્ય(ભાજપ),ઉપ પ્રમુખ કીતુભા રાઠોડ,પૂર્વ નગર પાલિકા પ્રમુખ હરીભાઈ આચાર્ય તેમજ ભાભર પીએસઆઈ અને કોન્સ્ટેબલ દ્વારા થતી હેરાનગતિનો પણ ઉલ્લેખ કર્યો છે.મૃતક કોનસ્ટેબલને બુટલેગરો દ્વારા પોતાના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનુ પણ સ્યુસાઈડ નોટમાં જાણવા મળ્યુ છે.બીજી તરફ સમાજની પ્રગતિમાં ઉપરોક્ત તમામ આરોપીઓ અડચણરુપ હોય અને દારુબંધીમાં ભાભર પીએસાઈ, અન્ય બે કોન્સ્ટેબલોનો સાથ સહકાર ન મળતા તેવુ સ્યુસાઈડ નોટમાં બહાર આવતા જિલ્લા તેમજ રાજ્યની ઠાકોરસેના પણ સફાળી જાગી છે..સમગ્ર મામલે પ્રતિક્રીયા આપતા ગુજરાત એસટી એસસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશે ઠાકોરે પણ પ્રતિક્રીયા આપતા જણાવ્યુ હતુ કે આવતી કાલે બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાં તમામ આરોપીઓ અને નગરપાલિકા પ્રમુખ વૈકુંઠ રામ ઠક્કરનુ પૂતળાદહન કરવામાં આવશે.બીજી તરફ ઘટના ને પગલે જિલ્લા પોલીસ વડા એ આ મામલે તટસ્થ તપાસ કરી ન્યાયિક તાપસ ની ખાતરી આપી છે.
First published:

Tags: અરવિંદ કેજરીવાલ, અલ્પેશ ઠાકોર, દારૂબંધી

આગામી સમાચાર