સુરત : ડુપ્લિકેટ રેમડેસિવીર ઇન્જેક્શન બનાવનાર કૌશલ વોરાએ 8 હજાર ઇન્જેક્શન બહાર વેચ્યા

સુરત : ડુપ્લિકેટ રેમડેસિવીર ઇન્જેક્શન બનાવનાર કૌશલ વોરાએ 8 હજાર ઇન્જેક્શન બહાર વેચ્યા
સુરત : ડુપ્લિકેટ રેમડેસિવીર ઇન્જેક્શન બનાવનાર કૌશલ વોરાએ 8 હજાર ઇન્જેક્શન બહાર વેચ્યા

મુખ્ય સૂત્રધાર એવા સુરતના કૌશલ વોરા સહિતના આરોપીને મોરબી પોલીસે સુરત ક્રાઇમ બ્રાન્યની મદદથી ઝડપી લઈ 60 હજાર ડુપ્લિકેટ ઈન્જેક્શન બની શકે તેટલી સામગ્રી, સ્ટીકર સહિત લાખોનો માલ કબજે કર્યો હતો

  • Share this:
સુરત : ઓલપાડના પિંજરતમાં ફાર્મ હાઉસમાં ડુપ્લિકેટ રેમડેસિવીર ઇન્જેક્શન બનાવનાર કૌશલ વોરાએ આઠ હજાર કરતાં વધુ ડુપ્લિકેટ ઇન્જેક્શન વેચ્યાની બહાર આવેલી વિગતો વચ્ચે હજુ પણ કેટલાક ઇન્જેક્શન ડુપ્લિકેટ ફરી રહ્યા હોવાની સંભાવના પોલીસે વ્યક્ત કરી છે. સુરતના કૌશલ વોરા મોટો કલાકાર હોવાનું તપાસ દરમિયાન બહાર આવી રહ્યું છે.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પિંજરત ગામે એક ફાર્મહાઉસમાંથી દેશનું સૌથી મોટું બનાવટી રેમડેસિવીર ઇન્જેક્શનનું રેકેટ ઝડપી લેવાયું હતું. મુખ્ય સૂત્રધાર એવા સુરતના કૌશલ વોરા સહિતના આરોપીને મોરબી પોલીસે સુરત ક્રાઇમ બ્રાન્યની મદદથી ઝડપી લઈ અહીંથી 60 હજાર ડુપ્લિકેટ ઈન્જેક્શન બની શકે તેટલી સામગ્રી, સ્ટીકર સહિત લાખોનો માલ કબજે કર્યો હતો. મોરબીમાં જ પાંચ હજાર જેટલાં ઈન્જેક્શન વેચ્યા હોવાની અટકળો વચ્ચે સુરતમાં પણ અનેકને આ ઇન્જેક્શન વેચ્યા હોવાની વિગતો પોલીસને મોરબી પોલીસ તથા સુરત ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવી રહી છે. 8000 કરતાં પણ વધુ ડુપ્લિકેટ ઇન્જેક્શન વેચ્યા હોવાની સંભાવના પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.આ પણ વાંચો - ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટરનું સિડનીમાંથી અપહરણ, જાનથી મારી નાખવાની ધમકી

સુરતમાં જ તેણે જયદેવસિંહ ઝાલા સહિત ચારેક વ્યક્તિઓને ઇન્જેક્શન વેચ્યા હતા. તે ઉપરાંત અમદાવાદ અને મોરબી તરફ પણ મોટા પાયે ઇન્જેક્શન સપ્લાય કર્યા હતા. રિમાન્ડ દરમિયાન વધુ ને વધુ ઇન્જેક્શન્સ વેચ્યાની હકીકત બહાર આવી રહી છે. આઠ હજાર કરતાં વધુ ડુપ્લિકેટ ઈન્જેક્શન કૌશલ એન્ડ કંપની દ્વારા વેચવામાં આવ્યા હોવાની વિગતો પોલીસની તપાસમાં બહાર આવી હતી. કેટલાક તો દર્દીઓને આપી દેવાયા છે, પરંતુ હજુ પણ કેટલાંક ઇન્જેક્શન કાળાબજારમાં બહાર ફરતાં હોવાની સંભાવના વચ્ચે પોલીસે સરકારી દ્વારા નક્કી કરેલી સંસ્થા પાસેથી જ ખરીદવા અને જો કોઈ ખાનગી વ્યક્તિ કાળાબજારમાં વધુ રૂપિયા લઈ આપવાનું કહેતો હોય તો પોલીસને જાણ કરવા અપીલ કરી છે.

કાઇમ બ્રાન્યે ઝડપેલા અડાજણના ફાઇનાન્સર જયદેવસિંહ વેલુભા ઝાલાના રિમાન્ડ દરમિયાન પણ તેની પૃષ્ટિ થઇ હતી. આઠ ડુપ્લિકેટ ઇન્જેક્શાન ખરીધા હતા. જોકે સાથે ઝડપાયેલા ઝાલાએ શરૂઆતમાં પોતે 134 ઇન્જેક્શન લીધા હોવાનું રટણ કર્યું હતું તેને 10 દિવસના રિમાન્ડ ઉપર લેવાતા જ તેનો સૂર બદલાયો હતો. પોતે 200 ઇન્જેક્શન ખરીદ્યાની કબૂલાત કરી હતી. 90 જેટલા ઇન્જેક્શન તેણે વડોદરા અને પંચમહાલ તરફ વેચ્યા હોવાનું જણાવ્યું હતું.
Published by:Ashish Goyal
First published:May 05, 2021, 16:00 pm

ટૉપ ન્યૂઝ