Home /News /gujarat /

ગાંધીજીના પૌત્ર કનુભાઈના અંતિમ સંસ્કાર,ધર્મપત્નીએ આપ્યો અગ્નિદાહ

ગાંધીજીના પૌત્ર કનુભાઈના અંતિમ સંસ્કાર,ધર્મપત્નીએ આપ્યો અગ્નિદાહ

સુરતઃ ગાંધીજીના પૌત્ર કનુભાઇ ગાંધીનું સુરતમાં સોમવારે સાંજે લાંબી માંદગી બાદ નિઘન થયું છે.કનુભાઇએ નાસામાં પણ પોતાની સેવા આપી હતી.તેમજ દેશના વિજ્ઞાન ક્ષેત્રે પણ નિષ્ણાંત પદે સેવા આપી ચૂક્યા હતા.જોકે,પોતાની અંતિમ ઇચ્છા વ્યક્ત કરતા કનુભાઇને છેલ્લા શ્વાસ સાબરમતી આશ્રમમાં લેવાની ઇચ્છા હતી.કનુભાઇને કોઇ સંતાન નથી.તેમનું અવસાન થતા તેમના પત્ની તેમને મુખાગ્નિ આપી હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
સુરતઃ ગાંધીજીના પૌત્ર કનુભાઇ ગાંધીનું સુરતમાં સોમવારે સાંજે લાંબી માંદગી બાદ નિઘન થયું છે.કનુભાઇએ નાસામાં પણ પોતાની સેવા આપી હતી.તેમજ દેશના વિજ્ઞાન ક્ષેત્રે પણ નિષ્ણાંત પદે સેવા આપી ચૂક્યા હતા.જોકે પોતાની અંતિમ ઇચ્છા વ્યક્ત કરતા કનુભાઇને છેલ્લા શ્વાસ સાબરમતી આશ્રમમાં લેવાની ઇચ્છા હતી.કનુભાઇને કોઇ સંતાન નથી.તેમનું અવસાન થતા તેમના પત્ની તેમને મુખાગ્નિ આપી હતી.

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર કનુભાઇ ગાંધી છેલ્લા 15 દિવસથી સુરતની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા.મગજના લકવાના કારણે તેમનું સ્વાસ્થ્ય બગડ્યું હતુ.છેલ્લા બે દિવસથી તબિયત લથડતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.શરીરમાં યોગ્ય રીતે લોહીનો સંચાર ન થવાના કારણે તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. કનુભાઈ ગાંધીનું અવસાન થતાં તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે પીએન અરોરા ચેરીટેબલ ટ્રસ્ટ પાર્લે પોઈન્ટ ખાતે લાવવામાં આવ્યો હતો.

જ્યાં સ્વાતંત્ર્ય સેનાનીથી લઈને મોટી સંખ્યામાં લોકો તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શને ઉમટ્યાં હતાં.ગાંધીજીના પૌત્ર કનુભાઈ ગાંધીના અવસાનના પગલે તેમના પાર્થિવ દેહને પુરૂં સન્માન આપવામાં આવ્યું હતું.કનુભાઈના પાર્થિવ દેહને તિરંગામાં લપેટીને સલામી આપવામાં આવી હતી. બે કલાક  કનુભાઈ નાં પાર્થિવદેહ ને દર્શન માટે મુકવામાં આવ્યાં હતો. જેમાં અનેક રાજકીય હસ્તીઓ પણ અંતિમ દર્શનાર્થે પહોંચ્યા હતાં.

સ્વ.કનુભાઇ ગાંધીનું કોઇ સંતાન ન હોવાને કારણે તેમની પત્ની શીવાલક્ષ્મીએ તેમના પાર્થીવદેહને અગ્નિદાહ આપ્યો હતો.કનુભાઇની અસ્થિને તાપી,દિલ્હી,ચાણોદ,હરિદ્વાર અને નાસિક એમ પાંચ જગ્યાએ વિસર્જિત કરવામાં આવશે.
First published:

Tags: અંતિમ સંસ્કાર, અગ્નિદાહ, કનુભાઇ ગાંધી નિધન, ગાંધીજી પપૌત્ર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन