Home /News /gujarat /

Daman News: કોરોના કેસ વધતા દમણની સ્કૂલોમાં આજથી ફરી ઓફલાઇન શિક્ષણ બંધ

Daman News: કોરોના કેસ વધતા દમણની સ્કૂલોમાં આજથી ફરી ઓફલાઇન શિક્ષણ બંધ

દમણની સ્કૂલોમાં આજથી ફરી ઓફલાઇન શિક્ષણ બંધ

Covid 19 Virus: કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં કોરોનાનાં વધતા કેસને કારણે સલામતીનાં ભાગ રૂપે દમણની તમામ સરકારી અને પ્રાઇવેટ શાળામાં 1 થી 8 નાં ઓફ લાઇન વર્ગો બંધ કરવાનાં આદેશ આપવામાં આવ્યાં છે.

    ભરતસિંહ વાઢેર, દમણ: સંઘપ્રદેશ દમણમાં (Daman News) એક જ દિવસમાં 17 થી વધુ કોરોનાનાં કેસ (Corona Case) આવતા તંત્ર દોડતું થઇ ગયુ હતું. અને દેશમાં વધતાં સંક્રમણનાં  પ્રમાણને કાબૂમાં રાખવા કડક નિયમો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. જે મુજબ સલામતીનાં ભાગરૂપે પ્રદેશની ધોરણ 1 થી 8ની તમામ શાળાઓ બંધ કરવાના આદેશ કરવામાં આવ્યા છે. દમણ પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં શાળાઓમાં કોરોનાનું સંક્રમણ (Covid 19 Virus) ન ફેલાય તે માટે દેશની તમામ સરકારી અને પ્રાઇવેટ પ્રાથમિક શાળાઓનાં ધોરણ 1 થી 8નાં વર્ગો અને આંગણવાડીઓને નવો આદેશ ન આવે ત્યાં સુધી શાળાઓ બંધ રાખવાનાં આદેશ છે.

    આ પણ વાંચો- સુરતમાં ટેન્કર લીક થતાં ઝેરી કેમિકલ પ્રસર્યો, 6 લોકોના મોત, 20થી વધુ અસરગ્રસ્ત

    આજથી દમણમાં પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે અને ઓનલાઇન શિક્ષણ શરૂ રહેશે. આમ દમણમાં વધી રહેલા કોરોના સંક્રમણને કાબુમાં રાખવા આરોગ્ય વિભાગ દ્વારા વધારે કડક નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે.  અને પ્રદેશમાં તમામ જગ્યાઓએ માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યુ છે.

    આ પણ વાંચો- Latest news update: અંકલેશ્વરમાં દીવાલ પડવાથી ચાર લોકોનાં મોત, કચ્છમાં ભૂકંપના આંચકા

    આથી  આજથી પ્રદેશની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8 ના વર્ગો બંધ કરવા આદેશ કરી તમામ સ્કૂલો અને તેનું પાલન કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે. સાથે જ પ્રદેશની અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોવિડ 19ની તમામ  ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરવા માટે પ્રશાસન દ્વારા શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોને આદેશ આપવામાં આવ્યો છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Corona case, Daman news, School

    આગામી સમાચાર