સુરતમાં આઈટી વિભાગનો સપાટો, નાકોડા ગ્રુપની ફેક્ટરી કરી સીઝ

નાકોડા ગ્રુપની સીઝ કરવામાં આવેલી આ ફેક્ટરી માંડવીમાં આવેલી છે.

નાકોડા ગ્રુપની સીઝ કરવામાં આવેલી આ ફેક્ટરી માંડવીમાં આવેલી છે.

 • Share this:
  સુરતઃ માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે તેમ તેમ આઈટી વિભાગે મોટાપાયે સર્વે કરવાની કાર્યવાહી હાથધરી છે. સુરતમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે નાકોડા ગ્રુપની ફેક્ટરી સીઝ કરી દીધી છે.

  એવું કહેવામાં આવી રહ્યું છે કે આવકવેરા વિભાગે ગ્રુપ પાસેથી લેવાની નીકળતી બાકી રકમની રિકવરી કરવા માટે ફેક્ટરી સીઝ કરી છે. આવકવેરા વિભાગ તરફથી ગ્રુપને રિકવરી માટે નોટિસ મોકલવામાં આવી હતી. પરંતુ ગ્રુપે આ અંગે કોઈ જવાબ ન આપતા આઈટી વિભાગે કાર્યવાહી શરૂ કરી છે.

  મળી રહેલી માહિતી પ્રમાણે કંપનીએ વર્ષ 2010થી લઈને અત્યાર સુધી આવકવેરો ભર્યો જ નથી. આવકવેરા વિભાગે કંપનીને રૂ. 103 કરોડ રિકવર કરવા માટે નોટિસ મોકલી હતી. જેનો કોઈ સંતોષકારણ જવાબ ન મળતા આઈટી વિભાગે હવે ફેક્ટરી સીઝી કરી છે. નાકોડા ગ્રુપની સીઝ કરવામાં આવેલી આ ફેક્ટરી માંડવીમાં આવેલી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: