Home /News /gujarat /

સુરતમાં હિજરત રોકવા માટે આગામી 3 દિવસમાં કારીગરોના પગાર કરવા માટે યુનિટોના માલિકને આપી છૂટ

સુરતમાં હિજરત રોકવા માટે આગામી 3 દિવસમાં કારીગરોના પગાર કરવા માટે યુનિટોના માલિકને આપી છૂટ

સુરતના ઉદ્યોગમાં કામ કરતા કારીગર વર્ગ પણ મુશ્કેલીમાં મુકાયા છે કારણકે પગાર થયો ન હોવાને લીધે કારીગર વર્ગ પાસે ખાવાનું રાશન પણ નથી

સુરતના ઉદ્યોગમાં કામ કરતા કારીગર વર્ગ પણ મુશ્કેલીમાં મુકાયા છે કારણકે પગાર થયો ન હોવાને લીધે કારીગર વર્ગ પાસે ખાવાનું રાશન પણ નથી

સુરત : કોરોના વાયરસને લઇને સરકારદ્વારા 21 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યુ છે ત્યારે ગરીબ વર્ગ અને શ્રમજીવી વર્ગની હાલત દૈનિક બની છે. સુરતના ઉદ્યોગમાં કામ કરતા કારીગર વર્ગ પણ મુશ્કેલીમાં મુકાયા છે કારણકે પગાર થયો ન હોવાને લીધે કારીગર વર્ગ પાસે ખાવાનું રાશન પણ નથી. જેથી આવા કારીગર પોતાના વતન તરફ હિજરત કરી રહ્યા છે. હિજરત અટકાવવા માટે તમામ યુનિટોના માલિકોને આગામી 3 દિવસમાં પગાર કરવા માટે સુરતના પોલીસ કમિશનર, મનપા કમિશનર અને કલેકટર દ્વારા છૂ઼ટ આપવામાં આવી છે.

ત્યારે ગતરોજ આવા કારીગર વર્ગ પોતાના વતન તરફ હિજરત કરી રહ્યા હતા ત્યારે આવા લોકો સુરત છોડીને પોતાના વતન તરફ જાય ના તેવા સરકારના આદેશ વચ્ચે પોલીસે તેમને અટકાવતા જતા તેમનો ગુસ્સો ફૂટી નિકળ્યો હતો. પોલીસ દ્વારા બળ પ્રયોગ કરતા મામલો તંગ બન્યો હતો. જોકે આજે સુરત પોલીસ કમિશનર, કલેકટર અને મનપા કમિશનર સાથે રાજ્ય સરકારના સેક્રેટરી વચ્ચે એક મિટિંગ પછી આવા કારીગરની હિજરત રોકવા માટે તમામ યુનિટોના માલિકોને આગામી 3 દિવસમાં પગાર કરવાના આદેશ કરવામાં આવ્યો છે.

કારીગરો જે વિસ્તાર માં રહે છે ત્યાં પગાર કરવો સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને રાખવાની વિનંતી કરી છે. માલિકોને પગાર આપવા માટે ખાસ છુટછાટ આપી છે જેને લઇને પોલીસ પણ તેમની મદદ કરશેય આજ રીતે લોકડાઉન સમયે કારીગરોને પગાર મળતા તે રાશન ભરવી શકશે અને તે હિજરત નહીં કરતા લોકડાઉનો ભંગ થશે નહીં.
Published by:Ashish Goyal
First published:

Tags: Surat Municipal corporation, કોરોના, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन