Home /News /gujarat /Crime News: સાળી સાથે બનેવી માણી રહ્યો હતો અતરંગ પળો, રંગરેલીયા જોનાર ભત્રીજાને મળ્યું મોત
Crime News: સાળી સાથે બનેવી માણી રહ્યો હતો અતરંગ પળો, રંગરેલીયા જોનાર ભત્રીજાને મળ્યું મોત
પોલીસની પૂછપરછમાં ખૂદ આરોપી સુરેશે કબુલ્યું હતું કે મૃતક રાકેશની માતા સાથે તેને આડા સંબંધ હતા.
આ સમગ્ર ઘટનામાં આડા સંબંધોને કારણે 3 પરિવારો વિખેરાયા છે. આરોપી માસાએ જ ભાણેજની હત્યા કરતા ભાણેજનો પરિવાર પણ નોંધારો થયો છે. બીજી બાજુ પોતે હત્યાના બનાવમાં પોલીસના હાથે ઝડપાઈ જતા માસા સુરેશને પણ જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.
ભરતસિંહ વાઢેર, દાદરા નગર હવેલી: દાદરા નગર હવેલી (Dadara nagar Haveli)માં એક યુવકની હત્યા (Murder)નો ભેદ ઉકેલાયો છે. પોલસ તપાસમાં યુવકની હત્યા (Murder) અન્ય કોઈ નહી પરંતુ સગા માસાએ જ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. હત્યારા માસાએ હત્યા (Murder case)ના કારણ અંગે ખુલાસો કરતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના નરોલીમાં આવેલ બ્રાહ્મણ ફળિયામાં ગત 19 તારીખે રાકેશ હળપતિ નામના યુવકની હત્યાનો બનાવ બન્યો હતો. પોલીસે સમગ્ર કેસમાં ઝીણભટ ભરી તપાસ કરતા હત્યાનું કારણ જાણીને ખૂદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સમગ્ર બનાવની વિગત એવી છે કે રાકેશ હળપતિ નામનો યુવક 19 તારીખે પોતાના સાસરે નરોલીમાં ગયો હતો. આ દરમિયાન રાકેશના માસી પણ નરોલીમાં જ બ્રાહ્મણ ફળિયામાં રહેતા હોવાથી રાત્રે તે માસીના ઘરે રોકાયો હતો. આ દરમિયાન રાકેશના માસા સુરેશ હળપતિ રાકેશને દારૂની પાર્ટીના બહાને બહાર લઈ ગયા હતા. જ્યાં રાકેશના માસા તેના એક મિત્ર સાથે મળીને રાકેશને મોતને ઘાટ ઉતાર્યો હતો. અને રાકેશના મૃતદેહને ઘરની બાજુમાં આવેલા જગ્યાએ ફેંકી અને કાંઈ જ ન બન્યું હોય તેવી રીતના તે ઘરે પહોંચી ગયા હતાં.
માસાએ શું કામ કરી હત્યા ?
દાદરા નગર હવેલી પોલીસે તપાસ કરતા માલૂમ પડ્યું કે મૃતક રાકેશ તેના માસા સાથે બહાર ગયો હતો. જેથી પોલીસને તેના માસા પૂછપરછ કરતા તેણે જ રાકેશની હત્યા કરી હોવાનું કબુલ કર્યું હતું. આરોપીએ હત્યાનું કારણ જણાવતા ખૂદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
મૃતક રાકેશની માતા સાથે આરોપી સુરેશના હતા અનૈતિક સંબંધ
પોલીસની પૂછપરછમાં ખૂદ આરોપી સુરેશે કબુલ્યું હતું કે મૃતક રાકેશની માતા સાથે તેને આડા સંબંધ હતા. 10 દિવસ અગાઉ આરોપી સુરેશ મૃતક રાકેશના ઘરે દાદરા ગયો હતો. જ્યાં સુરેશ અને તેની માતાને રંગરેલીયા બનાવતા મૃતક રાકેશ જોઈ ગયો હતો. આથી સુરેશ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે જે તે વખતે રાકેશે કંઈ બબાલ કરી ન હતી. પરંતુ માછીમારી કરવા જતા પહેલા દર વખતની જેમ આ વખતે પણ રાકેશ પોતાની સાસરી અને માસીના ત્યાં નરોલી આવ્યો હતો. આથી આરોપી સુરેશને લાગ્યું કે રાકેશ તેની માતા સાથેના આડા સંબંધની વાત તેની માસી એટલે તેની પત્નીને જણાવી દેશે. આવું માનીને માસા સુરેશ ભાણેજ રાકેશને રાત્રે ખાવા પીવાની પાર્ટી કરવાના બહાને બહાર લઈ ગયો હતો. જ્યાં તેને દારૂ પિવડાવ્યા બાદ પોતાના મિત્ર રવિન્દ્ર સાથે મળી તેનું કાસળ કાઢી નાખ્યું હતું.
આ સમગ્ર ઘટનામાં આડા સંબંધોને કારણે 3 પરિવારો વિખેરાયા છે. આરોપી માસાએ જ ભાણેજની હત્યા કરતા ભાણેજનો પરિવાર પણ નોંધારો થયો છે. બીજી બાજુ પોતે હત્યાના બનાવમાં પોલીસના હાથે ઝડપાઈ જતા માસા સુરેશને પણ જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. ત્યારે તેનું પરિવાર પણ નોંધારું બન્યું છે. તો આ બનાવવામાં હત્યામાં સુરેશનો સાથ આપનાર મિત્ર રવીન્દ્ર પણ જેલમાં જવાનો વારો આવ્યો છે. હાલમાં પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર