Home /News /gujarat /

દમણ: પગારના મુદ્દે થયેલી બબાલમાં કામદારે સુપરવાઇઝર પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું

દમણ: પગારના મુદ્દે થયેલી બબાલમાં કામદારે સુપરવાઇઝર પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું

કંપનીમાં ફાયરિંગની ઘટના બનતા જ કંપનીમાં દોડધામ મચી ગઈ હતી.

બનાવની જાણ થતા જ દમણ પોલીસનો કાફલો અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને ગણતરીના સમયમાં જ સેલો કંપનીના સિક્યુરિટી સુપરવાઇઝર પર ફાયરિંગ કરનાર આરોપીને દબોચી લીધો છે.

    ભરતસિંહ વાઢેર, દમણ: સંઘપ્રદેશ દમણ (Daman) આવેલી જાણીતી શેલો કંપનીના સિક્યુરિટી સુપરવાઇઝર પર ફાયરિંગ (Firing)ની ઘટના બનતા સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી ગઈ હતી. અજાણ્યા વ્યક્તિએ કરેલા ફાયરીંગમાં સિક્યુરિટી સુપરવાઇઝરને ગોળી વાગતા ગંભીર ઈજા થઈ હતી. આથી તેને તાત્કાલિક મરવડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

    બનાવની જાણ થતા જ દમણ પોલીસનો કાફલો અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને ગણતરીના સમયમાં જ સેલો કંપનીના સિક્યુરિટી સુપરવાઇઝર પર ફાયરિંગ કરનાર આરોપીને દબોચી લીધો છે. જોકે ગંભીર રીતે ઇજાગ્રસ્ત સિક્યુરિટી સુપરવાઇઝર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બનાવની વિગત મુજબ દમણમાં આવેલી જાણીતી સેલો પ્લાસ્ટ ઇન્ડિયા નામની જાણીતી કંપની આવેલી છે. જે ઘર વપરાશની  પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ બનાવે છે. આ કંપનીના ગેટ પર આજે સિક્યુરિટી સુપરવાઇઝર અતુલ ગુપ્તા ફરજ પર હાજર હતા. એ દરમિયાન આ કંપનીમાં જ કામ કરતાં લખનસિંગ નામનો એક કામદાર આવે છે.

    આ પણ વાંચો- ગીર સોમનાથ ધોધમાર વરસાદ બાદ હિરણ-1 ડેમ ઓવરફ્લો

    આથી  સિક્યુરિટી સુપરવાઇઝર અને કામદાર લખનસિંગ વચ્ચે પગારના મુદ્દે કોઈ બાબતે ઉગ્ર બોલા ચાલી થાય છે. આ બોલાચાલી દરમિયાન આવેશમાં આવેલા કામદાર લખન સિંગે પોતાની સાથે લાવેલા દેશી કટ્ટા જેવા હથિયાર વડે કંપનીના સિક્યુરિટી સુપરવાઇઝર પર ધડાધડ બે ગોળી ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન એક ગોળીથી સિક્યુરિટી સુપરવાઇઝર બચી ગયા હતા. જો કે બીજી ગોળી તેમને છાતીના નીચેના ભાગે વાગતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

    કંપનીમાં ફાયરિંગની ઘટના બનતા જ કંપનીમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતા જ દમણ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અને તપાસ હાથ ધરી હતી. પ્રથમ ઇજાગ્રસ્ત સુપરવાઇઝરને તાત્કાલિક સારવાર માટે મરવડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તો ફાયરિંગ કરનાર આરોપી કામદાર લખનસિંગને ઝડપવા પોલીસે તમામ દિશામાં તપાસ તેજ કરતા ગણતરીના સમયમાં જ આરોપી ઝડપાઈ ગયો હતો.

    આ પણ વાંચો- અમદાવાદ બાદ મહેસાણામાં કોરોના વિસ્ફોટ, જાણો ક્યા કેટલા કેસ નોંધાયા

    પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પગારના મુદ્દે થયેલી બબાલમાં આરોપી કામદારે સુપરવાઇઝર પર  બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એમાંથી એક ગોળી વાગી ન હતી. પરંતુ બીજી ગોળી સુપરવાઇઝરને  વાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અને અત્યારે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે. દમણ પોલીસે ફાયરિંગ કરનાર આરોપી કામદાર લખનસિંગની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Daman news, Gujarati news, દમણ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन