સુરત : લિંબાયતમાં પાલિકાના પે ઍન્ડ પાર્કિંગમાં માથાભારે તત્વોનો ગેરકાયદે પાર્કિંગનો ધંધો

સુરત : લિંબાયતમાં પાલિકાના પે ઍન્ડ પાર્કિંગમાં માથાભારે તત્વોનો ગેરકાયદે પાર્કિંગનો ધંધો
સુરતના પાલિકા દ્વારા રમાબાઈ ચોક પાસે આવેલ નગર પ્રાથમિક શાળા ક્રમાક નં 232-233ને તોડી તેની ખુલ્લી જગ્યામાં પે ઍન્ડ પાર્કિંગ બનાવ્યું છે

સુરતના પાલિકા દ્વારા રમાબાઈ ચોક પાસે આવેલ નગર પ્રાથમિક શાળા ક્રમાક નં 232-233ને તોડી તેની ખુલ્લી જગ્યામાં પે ઍન્ડ પાર્કિંગ બનાવ્યું છે

  • Share this:
સુરત : સુરતના પાલિકા દ્વારા રમાબાઈ ચોક પાસે આવેલ નગર પ્રાથમિક શાળા ક્રમાક નં 232-233ને તોડી તેની ખુલ્લી જગ્યામાં પે ઍન્ડ પાર્કિંગ બનાવ્યું છે. તેનો કોન્ટ્રાક્ટ મીનાબેન પટેલ નામની મહિલાને આપ્યો છે. દરમિયાન મીનાબેને ગત તા 7મીના રોજ ફોન કરી લિંબાયત ઝોનમાં જમીન મિલકત વિભાગમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે નોકરી કરતા કેતનભાઈ કીશનભાઈ પટેલને જગ્યા જોવા માટે બોલાવ્યા હતા. કેતનભાઈ તેની સાથે ટેકનિકલ આસિસ્ટન્ટ પરેશભાઈ પ્રજાપતિ સાથે સ્થળ પર ગયા હતા. ત્યાં અગાઉથી જ કોઈ ત્રાહિત વ્યકિત દ્વારા પાર્કિંગમાં વાહનો પાર્ક કરવાના પૈસા વસુલવામાં આવતા હોવાનુ બહાર આવતા ચોંકી ઉઠ્યા હતા.

કેતનભાઈએ ત્યા હાજર ત્રણ અજાણ્યા વ્યક્તિને આ જગ્યા એસએમસીની છે અને જગ્યા પર પાર્કિંગના પૈસા જે લે છે તેને મળવું હોવાનું કહેતા અજાણ્યાએ ફોન પર વાત કરાવી હતી. કેતનભાઈએ પોતાની ઓળખ પાલિકાના કર્મચારી તરીકે આપી હતી અને આ જગ્યાનો કોન્ટ્રાકટ અપાઈ ગયો છે અને કોઈ પ્રોબ્લેમ હોય તો સ્થળ પર આવો હોવાનું કહેતા અજાણ્યાએ ફોન ઉપર હિન્દીમાં ધમકી આપી હતી કે તુમ લોક યહાં સે ચલે જાવ નહી તો માર ખાએેંગે.આ પણ વાંચો - અમદાવાદ : કોંગ્રેસ પક્ષની માંગણી, કોરોના વેક્સિન દેશની જનતાને મફતમાં મળવી જોઇએ

ત્યારબાદ બે અજાણ્યા વ્યક્તિએ ગાળો આપીને કહ્યું હતું કે યહાં સે નીકલ જા. કેતનભાઇએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈને કેતન અને પરેશને મારમાર્યો હતો. કેતનભાઈએ પોલીસ કંટ્રોલમાં ફોન કરવાનો પ્રયત્ન કર્યો તો ત્રણેય વ્યક્તિએ શર્ટનો કોલર પકડી કહ્યું હતું કે પોલીસ કેસ કરશે તો જાનથી મારી નાખીશું. બનાવ અંગે કેતનભાઈએ ઉપરી અધિકારીઓની મંજૂરી લીધા બાદ ગઈકાલે ફરિયાદ નોંધાવી હતી.
Published by:Ashish Goyal
First published:January 13, 2021, 17:35 pm