Home /News /gujarat /

'પતિ પત્ની ઔર વો'નો અજીબ કિસ્સો : પતિ તેની પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતો હતો ત્યારે જ પત્ની-પુત્રીઓ ત્રાટક્યાં

'પતિ પત્ની ઔર વો'નો અજીબ કિસ્સો : પતિ તેની પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતો હતો ત્યારે જ પત્ની-પુત્રીઓ ત્રાટક્યાં

પ્રતીકાત્મક તસવીરઃ shutterstock

Valsad news: પત્ની અને પુત્રીઓ સાથે કેટલાક પુરુષોએ પણ મહિલાને માર્યો માર, મહિલાને નિર્વસ્ત્ર કરી હોટેલ બહાર પણ લઈ જઈ માર માર્યો.

    ભરતસિંહ વાઢેર, વલસાડ : જિલ્લાના સોશિયલ મીડિયામાં (valsad viral video in social media) એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં એક પુરુષ પરસ્ત્રી (pati patni aur woh)  સાથે એક  હોટલના રૂમમાં રંગરેલિયા મનાવી રહ્યો હતો. એ વખતે જ પુરુષની  પત્ની અને પુત્રીઓ સાથે પરિવારના અન્ય સભ્યો પણ હોટેલના રૂમમાં ત્રાટકતા ચકચાર મચી ગઇ હતી. પરસ્ત્રી  સાથે રંગરેલિયા મનાવી રહેલા પુરુષની પત્ની (wife beating other woman) અને તેના પુત્રીઓ હોટેલના રૂમમાં ઘુસી પુરુષ અને મહિલા સાથે ઝપાઝપી કરી હતી અને ત્યારબાદ પત્ની અને પુત્રીઓએ  મળી મહિલાને ઢોર માર માર્યો હતો.

    અન્ય મહિલાને પત્ની અને પુત્રીઓએ ઢોર માર માર્યો હતો

    આમ 10થી 15 મિનિટ સુધી પુત્રીઓ અને પત્ની મહિલાને માર મારી રહ્યા હતા.  આ સમયે હોટલના રૂમમાં કેટલાક પુરુષો પણ પ્રવેશી કઢંગી હાલતમાં રહેલી મહિલાને ઉપર હાથ ઉપાડી તેની સાથે માર મારી  અને અભદ્ર વ્યવહાર પણ કર્યો હતો. વાત આટલેથી અટકી ન હતી પરંતુ રોષે ભરાયેલી પત્ની અને પુત્રીઓએ મહિલાને નિર્વસ્ત્ર કરી માર મારતા  હોટેલના રૂમમાંથી બહાર કાઢી હતી અને હોટલની બહાર લઈને પણ તેને  માર માર્યો હતો. આ સમયે પણ કેટલાક પુરુષો નિર્વસ્ત્ર હાલતમાં રહેલી મહિલા સાથે થતી તમારા મારા મારી અને  અને જબરજસ્તીની ઘટનાનો  વીડીયો મોબાઇલ કેમેરામાં કેદ કરી રહ્યા હતા.

    વાયરલ વીડિયોમાંથી લીધેલી તસવીર


    મહિલાએ છોડવા કરી હતી આજીજી

    અચાનક બનેલી ઘટનાથી ગભરાઈ અને  મહિલા બે હાથ જોડી આજીજી કરી પોતાને છોડવા વિનંતી કરી રહી હોવાનું પણ વીડિયોમાં દેખાઇ રહ્યું છે. જોકે, તેમ છતાં રોષમાં ભરાયેલી  પત્ની અને પુત્રીઓએ મહિલાને હોટલની બહાર કાઢ્યા બાદ પણ  વાળ ખેંચીને ઢોર માર માર્યો હતો. આમ 10થી 15  મિનિટ સુધી મહિલા સાથે જબરજસ્તી અને મારામારી ઘટના બની હતી. જેમાં પત્ની અને  પુત્રીઓ સાથે કેટલાક પુરુષો પણ મહિલાને માર મારતા કેમેરામાં કેદ થયા હતા.

    આ પણ વાંચો - સુરત: ‘મેને તેરી બીવી કે સાથ મઝે કર લિયે,’ મિત્રનું મિત્રની પત્ની સાથે શરમજનક કૃત્ય

    વાંકલ ગામ પાસેની હોટલનો વીડિયો હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

    ન્યુઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરી રહ્યું. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ વીડિયો વલસાડ જિલ્લાના ધરમપુરના  વાંકલ ગામની નજીક આવેલી એક હોટલના  રૂમમાં બનેલી ઘટનાનો  હોવાનું   ચર્ચાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ, આ  વીડિયો એક અઠવાડિયા અગાઉનો છે.

    આ પણ વાંચો - સુરતઃ શિક્ષિકાની પુત્રીને કારમાં ખેંચી શરીર સંબંધ બાંધવા પૂર્વ પ્રેમીનું દબાણ, ફરિયાદ થઈ

    બનાવ વખતે બંને પક્ષો દ્વારા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના એકબીજા વિરુદ્ધ ફરિયાદ કરવાની પણ તૈયારી કરી હતી . જોકે ત્યારબાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ મામલો થાળે પડયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે, અઠવાડિયા અગાઉ બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં હવે વાયરલ થઇ રહ્યો છે. આથી આ સમગ્ર ઘટના અત્યારે વલસાડ જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Husband Wife Relation, Valsad, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन