ભરૂચ : અંકલેશ્વરમાં ખેલાયો ખૂની ખેલ, પત્નીની હત્યા કરી પતિએ કરી લીધો આપઘાત

અંકલેશ્વર શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

ચાર માસુમ બાળકોએ માતપિતાનો આશરો ગુમાવ્યો, હત્યા બાદ આત્મહત્યા કરવાનું કારણ હાલ અંકબંધ

 • Share this:
  ભરૂચ : ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં એક કાળજું કંપાવે તેવી ઘટના બની છે. અંકલેશ્વરના કાગદીવાડના એક મકાનમાં ખૂની ખેલ ખેલાયો છે. એક ઘરમાંથી પત્નીનો હત્યા કરાયેલો અને પતિનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે. પત્નીની હત્યા કરીને પતિએ ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ઘટનામાં ચાર માસુમ બાળકોએ માતપિતાનો આશરો ગુમાવ્યો છે. અંકલેશ્વર શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

  બનાવની વિગત એવી છે કે અંકલેશ્વરના કાગદીવાડ વિસ્તારમાં રહેતા હબીબુલ રહેમાન કાગજીના આજ વિસ્તારમાં જ રહેતી શાહીન સાથે લગ્ન થયા હતા. બંનેને લગ્ન જીવનમાં ચાર સંતાનો છે. અગમ્ય કારણોસર પત્નીની હત્યા કરી પતિએ પણ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે.

  આ પણ વાંચો - રાજકોટનો અનોખો ચોર, મોટર સાઇકલ નહીં પણ ડેકીમાંથી વસ્તુઓ અને રૂપિયાની જ કરતો ચોરી

  બનાવ અંગે સ્થાનિકોએ મૃતક મહિલાના ભાઈ ગુલામ મહમદને જાણ કરી હતી. તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા મૃતક મહિલાના ઘરના ઉપરના માળે તેઓના પતિ હબીબુલ રહેમાન કાગજીનો શરીરે ઇજા પહોંચેલી હાલતમાં ગળે ફાંસો ખાધેલ મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં શહેર પોલીસે હત્યા અને આત્મહત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હત્યા બાદ આત્મહત્યા કરવાનું કારણ હાલ અંકબંધ છે.
  Published by:Ashish Goyal
  First published: