ન્યૂઝ18ગુજરાતીઃ દમણના ભીમપોર ઔદ્યોગિત વિસ્તારમાં આવેલી બિપીનભાઇની ચાલીમાં રહેતા દંપતી પૈકી મહિલાની લાશ થોડા દિવસ પહેલા મળી આવી હતી. આ કેસની તપાસમાં મહિલાનો પતિ જ હત્યારો નીકળ્યો છે. પોલીસે હત્યારાને મધ્ય પ્રદેશનના બલદેલગઢમાં તેના બનેવીને ત્યાંથી પકડી પાડ્યો હતો. આરોપીએ તેની પત્નીનું ગળું દબાવી હત્યા કરી હવાની કબૂલાત કરતા દમણ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
મળતી માહિતી અનુસાર નાની દમણા ભીમપોર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી બિપીનભાઈની ચાલીના એક બધ રૂમમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોવાની જાણકારી આસપાસના રહીશોએ દમણ કડૈયા પોલીસને આપી હતી. જે બાદ પોલીસે સ્થળ ઉપર પહોંચી રૂમનો દરવાજો તોડી તાપસ કરતા મરનાર મહિલા 30 વર્ષની હોવા સાથે તેનું ગળું દબાવી બે દિવસ પહેલા હત્યા કરાઇ હોવાનું તારણ બહાર આવ્યું હતું.
પોલીસે આસપાસની રૂમોમાં તપાસ કરતા મરનારનું નામ જ્યોતિબેન નંદકિશોર કુસ્વાહા હોવાનું જણાયું હતું. પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ આઇપીસી 302 મુજબ ગુનો દાખલ કરી કેસની વધુ તપાસ હાથધરી હતી. પોલીસના જણાવ્યા મુજબ મરનાર મહિલા તેના પતિ સાથે 2017થી રહેતી હતી. મરનાર મહિલા અગાઉ પરણેલી હતી. જેને નંદકિશોર સાથે પ્રેમ થઇ જતા તે દમણ આવી હતી.
બંને વચ્ચે થોડા દિવસ પહેલા ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં નંદકિશોરે આવેશમાં આવી જ્યોતિનું ગળું દબાવી હત્યા કરી હતી. જે બાદ નંદકિશોર તેના બનેવીને ત્યાં મધ્ય પ્રદેશના બલદેવગઠ જતો રહ્યો હતો. પોલીસને તપાસ દરમિયાન આ બાતમી મળતાં મધ્ય પ્રદેશથી પકડી પાડ્યો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર