સુરત : પતિએ તેની પત્નીને ઢોર માર મારતા સામાજિક મહિલા કાર્યકરે પતિને જાહેરમાં લાફા માર્યા
સુરત : પતિએ તેની પત્નીને ઢોર માર મારતા સામાજિક મહિલા કાર્યકરે પતિને જાહેરમાં લાફા માર્યા
સામાજિક મહિલા કાર્યકરે જાહેરમાં લાફા માર્યા
Surat News- સામાજિક મહિલા કાર્યકરે કહ્યું- બાળકોને ભૂખ્યા રાખી વીડિયો કોલિંગ પર પરસ્ત્રી સાથે મસ્તી કરતા લફરાબાજને જાહેરમાં જ પાઠ ભણાવવો જરૂરી હતો એટલે જ લાફા માર્યા
સુરત : સુરતના (Surat)વરાછામાં પતિને વીડિયો કોલિંગ (Video calling)દ્વારા રંગરેલીયા મનાવતા પત્નીએ પકડી પાડ્યો હતો. ખરાબ કામ કરતા પતિ પકડાયો હોવા છતા તેણે પત્નીને માર માર્યો (Wife beaten)હતો. જેથી પતિને એક સોશિયલ વર્કરે (Social worker)જાહેરમાં લાફા મારી પાઠ ભણાવ્યો હતો. પત્નીને નહીં મારવાની પતિને છેલ્લી વોર્નિંગ આપી સોશિયલ વર્કર દર્શનાબેન જાનીએ મહિલા સશક્તિકરણનો ઉદાહરણ રૂપ દાખલો બેસાડ્યો છે.
દર્શનાબેને જણાવ્યું હતું કે મહિલા મારા જ ઘરમાં ઘરકામ કરે છે. એમની આર્થિક પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છું. બે સંતાનોની માતા છે. પતિ વોચમેન છે. જ્યાં વોચમેન છે ત્યાં આખો પરિવાર એક નાનકડી રૂમમાં રહે છે. 5 ઘરના કામ કરી લીલાબેન બાળકોનો અભ્યાસ ખર્ચ અને ઘર ખર્ચ કાઢવામાં પણ મદદરૂપ થાય છે. બાળકોને ભૂખ્યા રાખી વીડિયો કોલિંગ પર પરસ્ત્રી સાથે મસ્તી કરતા લફરાબાજ પતિને જાહેરમાં જ પાઠ ભણાવવો જરૂરી હતો એટલે જ લાફા માર્યા છે.
દર્શનાબેને જણાવ્યું હતું કે દિવાળીના તહેવારોમાં મોટાભાગ મહિલા બપોરે જ ઘરે પહોંચી ગયા હતા. જ્યાં તેનો પતિ બાળકોને ભૂખ્યા રાખી મોબાઈલ પર વીડિયો કોલિંગ પર કોઈ સ્ત્રી સાથે મસ્તી કરતો હતો. મહિલાએ એટલું જ કહ્યું કે બાળકોને તો જમાડી દેવા જોઈએ પછી મોબાઈલ પર ચોંટી રહો, બસ આ વાત પર પતિએ પત્નીને બાળકોની સામે જ ઢોરની જેમ માર માર્યો હતો.
તેમણે કહ્યું હતું કે 7 દિવસ બાદ બહારગામથી આવ્યા બાદ આ વાતની જાણ થઈ હતી. મેં તાત્કાલિક મહિલાના ઘરે પહોંચી તપાસ કરતા તેના પતિના મોબાઇલમાંથી એક શંકાસ્પદ કોલ નંબર મળી આવ્યો હતો. 24 કલાક માંથી મોટાભાગનો સમય મહિલાઓ સાથે વીડિયો કોલિંગમાં પસાર કરતો હોવાનું સામે આવ્યું હતું. બસ એટલે એને એના જ ઘર એટલે કે સોસાયટીમાં જાહેરમાં લાવી લાફા મારવા પડ્યા હતા.
આ પછી જાહેરમાં પતિએ પત્નીની માફી માંગી હતી અને ફરી આવું નહીં કરવાની વાત કરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર