વીડિયો : સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં દારૂની દુકાનો ખુલી, કિલોમીટર લાંબી લાઈનો લાગી

વીડિયો : સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં દારૂની દુકાનો ખુલી, કિલોમીટર લાંબી લાઈનો લાગી
દારૂ ખરીદવા માટે લાઇન.

દાદરા નગર હવેલીમાં દારૂની દુકાનો ખુલતા જ શોખીનો શિસ્તબદ્ધ રીતે લાઇનમાં ગોઠવાઈ ગયા, કિલોમીટર લાંબી લાઇન લાગી.

 • Share this:
  સિલવાસા : કેન્દ્ર સરકારે ગ્રીન ઝોન (Green Zone) અને ઑરેન્જ ઝોન (Orange Zone)માં અમુક છૂટછાટ આપી છે. જે પ્રમાણે આ વિસ્તારોમાં વાઇન શોપ (Liquor Shop) અને બાર્બર શૉપ ખોલી શકાય છે. જે બાદમાં જે રાજ્યમાં દારૂના વેચાણની મંજૂરી હોય અને ઉપરના ઝોનમાં આવતા હોય તેવા વિસ્તારોમાં દારૂની દુકાનો ખુલી છે. કોરોના વાયરસના સંકટને પગલે દેશભરમાં દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. હવે દારૂની દુકાનો ખુલતા જ શોખીનોએ દારૂ માટે લાઈનો લગાવી દીધી છે. આવા જ કંઈક હાલ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી (Dadra and Nagar Haveli)માં જોવા મળ્યા હતા.

  સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં દારૂની કેટલિક દુકાનો ખોલવાની મંજૂરી મળી છે. પ્રદેશ અત્યાર સુધી કોરોના મુક્ત અને ગ્રીન ઝોનમાં હોવાથી અહીં શરતોને આધિન કેટલિક છૂટ આપવામાં આવી છે. દારૂની દુકાનો ખોલવાની છૂટ મળતા જ અહીં લોકો દારૂની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતાં. જોકે, આ તમામ વચ્ચે એક વાત ખૂબ સારી હતી કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું હતું.  દાદરા નગર હવેલીમાં દારૂની દુકાનો ખુલતા જ દુકાનોની બંને બાજુ એક કિલોમીટર લાંબી લાઇનો જોવા મળી હતી. લોકો ધોમધખતા તાપમાં પણ કતારબદ્ધ દારૂ લેવા માટે ગોઠવાઈ ગયા હતા. આ દરમિયાન તમામ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા પણ નજરે પડ્યા હતા. અનેક લોકો તો કલાકો સુધી દારૂ લેવા માટે ઊભા રહ્યા હતા. નોંધનીય છે કે દેશના અન્ય ભાગમાંથી પણ આવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે.

   
  Published by:News18 Gujarati
  First published:May 05, 2020, 13:44 pm

  ટૉપ ન્યૂઝ