ભરતસિંહ વાઢેર, વલસાડ: શહેરના (Valsad accident) ગુંજન પુલ પર હિટ એન્ડ રનની (hit and run at Valsad) ઘટના સામે આવી છે.
મોપેડ સવાર યુવક યુવતીને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર થઇ ગયો છે.
યુવતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. જ્યારે અન્ય યુવક ઇજાગ્રસ્ત થયો છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. નજર સામે જ યુવતીનું મોત થતા યુવકના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયુ હતુ.
બનાવની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
વાપીના ગુંજન બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં મોપેડ પર સવાર એક યુવક અને યુવતી પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. એ વખતે પુરઝડપે આવેલા એક ટ્રકે મોપેડ સવાર એક યુવક અને યુવતીને જોરદાર ટક્કર મારી હતી. ટ્રકની ટક્કરથી યુવતીનું ઘટના સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે યુવક ઈજાગ્રસ્ત થયો હતો.
અકસ્માત બાદની તસવીર
નજર સમક્ષ જ યુવતીનું મોત થતા યુવકના આક્રંદથી માહોલમાં ગમગીની છવાઇ ગઇ હતી. બનાવની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક પહોંચી હતી અને યુવતીના મૃતદેહનો કબ્જો લઈ અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે ભોગ બનેલ યુવક અને યુવતી ઉમરકુઈ ગામના હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ સમક્ષ યુવકે ઘટના બાદ પોતાના માતા-પિતા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. અકસ્માત સર્જયા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આથી પોલીસે ફરાર ટ્રક ચાલકને ઝડપવા ઊંડાણપૂર્વક તપાસ આદરી હતી.
નોંધનીય છે કે, વલસાડમાં એક દિવસ પહેલા પણ અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતુ. જેની વિગતો પ્રમાણે, મોડી સાંજે મિત્રો સાથે હોટલમાં જમીને પરત થતાં પોલીટેકનિક કોલેજના એક વિદ્યાર્થીને કારે ટક્કર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઇ ગયો હતો.જોકે, કારનો નંબર નોંધી લેતા અજાણ્યા કારચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો હતો. મળતી માહિતી મુજબ વલસાડ ભાગડાવડા પંચાયત હદમાં તિથલ રોડ પાસે કોલેજ કેમ્પસમાં આવેલી સરકારી પોલીટેક્નિક કોલેજનો વિદ્યાર્થી હરમિતસિંગ (ઉ.19) પોતાના મિત્રો સાથે સાંજે 7.30 વાગ્યાના સુમારે વલસાડ સ્ટેશન રોડ ઉપર એક હોટલમાં જમવા માટે ગયો હતો. જે બાદ આ કરૂણ ઘટના બની હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર