દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ધરમપુરમાં ધોધમાર વરસાદ

News18 Gujarati
Updated: July 7, 2018, 11:24 PM IST
દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ધરમપુરમાં ધોધમાર વરસાદ
વાપીમાં વરસાદ

દક્ષિણ ગુજરાતમાં દરિયાઇ પટ્ટામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • Share this:
દક્ષિણ ગુજરાતમાં દરિયાઇ પટ્ટામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે દરિયાકાંઠે વસતા માછીવારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચન કરાયું છે. ભારે આગાહી વચ્ચે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે વરસાદી માહોલ વચ્ચે વલસાડ અને વાપી સહિતાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો. બીજી તરફ અમેરલીના દામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત એક કલાક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વલસાડમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે શનિવારે સાંજે ઘપમપુરમાં ત્રણ ઇંચ વરસાદ હતો. તો સુરતમાં ત્રણ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હોવાની માહિતી મળી હતી. આ સાથે આસપાસના વિસ્તારોમાં 1થી 2 ઇંચ વરસાદ પડ્યો હોવાની માહિતી મળી રહી છે.

આ ઉપરાંત સુરત જિલ્લામાં 2 ઇંચ, માંગરોળમાં 12 કલાકમાં 5.5 ઇંચ, નવસારી જિલ્લામાં 3.5 ઇંચ જ્યારે ઉપરવાસના વરસાદ સાથે ગણદેવીમાં બે દિવસમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

દરિયાઇ વિસ્તારોમાં ભારે વરસાદ

વલસાડ જિલ્લામાં પણ ઉમરગામ પારડી વાપીના દરિયાઇ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લામાં છેલ્લા 36 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લાના પારડી, વાપી ધરમપુર અને ઉમરગામમાં મેઘાએ તોફાની બેટિંગ કરી હતી. પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આજે પણ વહેલી સવારથી જ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે અને વાપી પંથકમાં વરસાદી ઝાપટા બાદ ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

દેવધા ટાઇડલ ડેમ છલકાવાની તૈયારીમાંનવસારી ગણદેવીમાં 5.5 ઇંચ અને જલાલપોરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડના પારડીમાં 4 ઇંચ, તાપી જિલ્લાના વ્યારામાં 4.4 ઇંચ અને ડોલવણમાં 4 ઇંચ વરસાદ નંધાયો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓ બંને કાંઠે આવી ગઇ હતી. ઉપરવાસમાં વરસાદ સાથે ગણદેવી તાલુકામાં બે દિવસમાં 9 ઇંચ વરસાદ નોંધાયો હતો. ગણદેવીની અંબિકામાં પાણીની આવક વધતા દેવધા ટાઇડલ ડેમ છલકાવાની તૈયારીમાં છે. સુરક્ષાના ભાગરૂપે ડેમના 40 દરવાજાઓ માંથી 20 દરવાજા ખોલાયા છે. ત્યારે અંબિકા નદીના કિનારાના ગામોને એલર્ટ કરાયા છે. દેવધા ટાઇડલ ડેમમાંથી 25 લાખ લિટર પાણી છોડાયું છે. સુરત શહેરમાં બે દિવસથી વરસાદી વાતાવરણ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકનો વરસાદ

બારડોલીમાં 41 મિમી
ચોર્યાસીમાં 29 મિમી
કામરેજમાં 50 મિમી
પલસાણામાં 36 મિમી
માંગરોળમાં 144 મિમી
માંડવીમાં 56 મિમી
મહુવામાં 62 મિમી
ઓલપાડમાં 37 મિમી
ઉમરપાડામાં 101 મિમી
સુરત સીટીમાં 17 મિમી

 
First published: July 7, 2018, 11:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading