Home /News /gujarat /મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું, નદીઓએ ખતરાના નિશાન વટાવ્યા, ગુજરાત માટે પાંચ દિવસ હજુ ભારે

મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું, નદીઓએ ખતરાના નિશાન વટાવ્યા, ગુજરાત માટે પાંચ દિવસ હજુ ભારે

દક્ષિણ ગુજરાતમાં ક્યાં કેવો વરસાદ

South Gujarat Heavy Rain : જાણે કે બધું જ તબાહ કરવા નીકળી હોય એમ દક્ષિણ ગુજરાતની તમામ સરિતા સંકટ સમાન બની રહી છે. નદીના ધસમસતા પ્રવાહના કારણે ઠેરઠેર રસ્તા અને કિનારાનું ધોવાણ થયું, અનેક પૂલ પાણીમાં ગરકાવ રહેતાં સેંકડો ગામનો સંપર્ક કપાઈ ગયો.

વધુ જુઓ ...
  South Gujarat Heavy rain : મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ખતરનાક રીતે ઘમરોળી નાખ્યું. તમામ જિલ્લામાં નદીઓએ ખતરાનું નિશાન વટાવી દીધું. સેંકડો રસ્તા પાણીમાં ગરકાવ થઈ જતાં અનેક ગામોનો સંપર્ક કપાયો. અને તાળવે ચોંટી ગયા નદી કાંઠે રહેતા લોકોના જીવ. જળબંબાકારની આ સ્થિતિ દક્ષિણ ગુજરાતમાં છે. કારણ કે મેઘરાજાએ એવું ભયંકર તાંડવ કર્યું કે નદી-નાળામાં પાણી સમાવવું મુશ્કેલ બન્યું. માત્ર ઓરંગા, અંબિકા, કાવેરી અને માન નદી જ નહીં પૂર્ણા દેવ, ઝાખરી, ડોલવણ બધી જ નદીઓ ખતરનાક રૂપ દેખાડીને વહેતી દેખાઈ. જ્યાં જુઓ ત્યાં નદીમાં ફૂંફાડા મારતો જળપ્રવાહ દેખાયો.

  જાણે કે બધું જ તબાહ કરવા નીકળી હોય એમ દક્ષિણ ગુજરાતની તમામ સરિતા સંકટ સમાન બની રહી છે. નદીના ધસમસતા પ્રવાહના કારણે ઠેરઠેર રસ્તા અને કિનારાનું ધોવાણ થયું, અનેક પૂલ પાણીમાં ગરકાવ રહેતાં સેંકડો ગામનો સંપર્ક કપાઈ ગયો. નવસારી, વલસાડ, ડાંગમાં મેઘરાજાએ માજા મૂકી. અનેક ઘરમાં નદીઓના પાણી ઘુસી જતાં પારાવાર મુશ્કેલી સર્જાઈ. ગુજરાત માટે પાંચ દિવસ હજુ ભારે છે. મધ્ય ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત જળબંબાકાર થઈ ગયું છે. હજુપણ ભારે વરસાદની આગાહી છે તેવામાં રવિવારે નવસારી, વલસાડ, સુરત, ડાંગમાં એવો વરસાદ વરસ્યો કે નદીઓએ ભયજનક સપાટી વટાવી દીધી. કાંઠા વિસ્તારના લોકોને સ્થળાંતરિત કરાયા.

  વલસાડમાં નદી-નાળાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું

  દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં સતત ચોથા દિવસે ભારે વરસાદ વરસી રહ્યો છે. વલસાડ શહેરમાં ઓરંગા નદીએ રૌદ્ર રુપ ધારણ કરતા કાંઠાના વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યાં. કાંઠાના બારૂડિયાવાડમાં મકાનોમાં પાણી ઘૂસ્યાં, સલામતીના ભાગરૂપે વલસાડનો કૈલાસ રોડ બંધ કરાયો, અત્યાર સુધીમાં 300થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. વલસાડમાં ગાંડીતૂર બનેલી ઓરંગા નદીથી અનેક લોકોના જીવન પ્રભાવિત થયા છે. પુરથી અસરગ્રસ્ત વિસ્તારોની પોલીસના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી છે. અધિકારીઓએ સ્થળની મુલાકાત લઇ સ્થિતિનું નિરીક્ષણ કર્યુ છે.

  નવસારીમાં અંબિકા-કાવેરી નદીઓ તોફાની બની

  આ બાજુ, નવસારી સહિત આહવા - ડાંગમાં પણ ભારે વરસાદ છે, ચીખલી અને ગણદેવી તાલુકામાંથી પસાર થતી કાવેરી અને અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. કાવેરી નદી ભયજનક સપાટી 19 ફૂટ વટાવી 24 ફૂટે વહેવા માંડી છે. અંબિકા નદી ભયજનક સપાટી 28 ફૂટ વટાવી 34.95 ફૂટ પહોંચી ગઈ છે. નવસારીમાં અંબિકા, કાવેરી નદીઓ તોફાની બની છે. નદીના પ્રવાહમાં ફસાયેલી 7થી વધુ મહિલાને બચાવાઈ, ગણદેવીના મોરલી ગામ નજીક પ્રવાહમાં ફસાઈ હતી મહિલાઓ, સ્થાનિકોએ હોડીથી મહિલાઓને સરક્ષિત બહાર કાઢી.

  તાપીમાં ક્યાંક મકાન ધરાશાયી તો રસ્તા પાણી-પાણી

  આ બાજુ, તાપી જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા. વરસાદના પાણી ઘરમાં ઘુસતા લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જિલ્લાના છેવાડાના નિઝર- કૂકરમુંડા તાલુકામાં ધોધમાર વરસાદથી ઠેરઠેર પાણી. કુકરમુંડાના કેવડામોઇ અને પાણીબારા ગામમાં 15 જેટલાં ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન. તો ઉચ્છલ તાલુકાના આરકાટી ગામે કાચું મકાન ધરાશાયી થયું છે. મકાન ધરાશાઈ થતાં અનાજ સહિત માલસામાનને નુકશાન. આ બાજુ જિલ્લાના નિઝર તાલુકામાં ધોધમાર વરસાદ, વેલદા ગામની સીમમાંથી પસાર થતી સેવાડી નદીમાં ઘોડાપુર, ભારે વરસાદને પગલે સ્ટેટ હાઇવે પર ભરાયા વરસાદી પાણી, નિઝરથી ઉચ્છલ તરફ જતા વેલદા ટાંકી પાસે ભરાયા વરસાદી પાણી. તો સોનગઢમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સોનગઢના બજાર વિસ્તાર સહિત ગ્રામીણ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદી માહોલ જોવા મળ્યો જનતા દ્વારા મોકલાયેલ વીડિયઓમાં જોઈ શકાય છે કે, વરસાદ વરસ્તા રસ્તા પાણી પાણી થયા છે.

  નર્મદા જિલ્લામાં દેવ નદી ગાંડી થઈ, મહારાષ્ટ્રને જોડતા પુલ પર પાણી ફરી વળ્યા

  જો નર્મદા જિલ્લાની વાત કરીએ તો, અહીં પણ વરસાદી તાંડવના દ્રશ્યો સર્જાયા છે. ડેડિયાપાડાની દેવ નદી ભારે તોફાની બની છે. ડુમખલ ગામ નજીકથી પસાર થતી દેવ નદી, નદી પાસે મહારાષ્ટ્રને જોડતા પૂલ પર પાણી ફરી વળ્યાં છે. નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદથી કરજણ બંધમાં પાણીની આવક નોંધાઈ છે. 20 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે. જેના પગલે નદીકિનારાનાં ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. અતિ ભારે વરસાદની આગાહીના કારણે નર્મદા જિલ્લામાં SDRFની એક ટીમ ફાળવવામાં આવી છે, જેને નદી કિનારાના ગામો પર તૈનાત કરવામાં આવી છે.

  ડાંગમાં અનેક જગ્યાએ ભેખડ ધસી, ગામો સંપર્ક વિહોણા બન્યા

  ડાંગના વઘઈના કાલીબેલ સરવરમાં ધોધમાર વરસાદ, કાલીબેલ સરવર રોડ પર પૂર્ણા નદીના પાણી ફરી વળ્યાં છે. ભારે વરસાદથી પથ્થર પાડા બંધમાં ગાબડુ પડી ગયું છે. નદીના પાણી ગામમાં ઘૂસ્યાં, કાલીબેલ રોડ પર ભેખડ ધસી પડવાની ઘટનાઓ પણ બની છે. ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદ હજુ ચાલુ જ છે. જિલ્લાની મોટાભાગની નદીઓમાં ઘોડાપૂર છે. તો કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.

  આ પણ વાંચોછોટાઉદેપુર છપ્પડ ફાડકે : બોડેલીમાં તો 16 ઈંચ વરસાદ, ઘર, દુકાન અને રસ્તા જળમગ્ન, જવું તો જવું ક્યાં

  સુરતમાં સ્લેબ તૂટ્યો, માંડવીને જોડતો કોઝ-વે પાણીમાં ગરકાવ

  સુરતમાં ઓટીએસનો સ્લેબ તૂટ્યો. સ્લેબ તૂટી પડતા રહેણાંક વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. સ્લેબ નીચે પાર્ક કરેલી ફોરવ્હિલ કાર પર પડતા કચ્ચરઘાણ નીકળ્યો હતો. સ્લેબ તૂટી પડતા રહેવાસીઓના જીવ તાળવે ચોટ્યા હતા. તો જિલ્લાના ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માંગરોળ, માંડવી, ઓલપાડમાં ધોધમાર વરસાદ પડ્યો છે. માંડવીને જોડતો કોઝ-વે પાણીમાં ગરકાવ થયો છે. કિમ, વિરહ, વીરા સહિતની નદીઓ બે કાંઠે થઈ છે. ભારે વરસાદથી ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: ગુજરાતમાં વરસાદ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ ગુજરાત સમાચાર, ભારે વરસાદ, વરસાદની આગાહી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन