Home /News /gujarat /

'અલ્પેશના રાજદ્રોહ કેસના જામીન રદ્દ થાય એવી કાર્યવાહી કરીશું'

'અલ્પેશના રાજદ્રોહ કેસના જામીન રદ્દ થાય એવી કાર્યવાહી કરીશું'

    કિર્તેશ પટેલ, સુરત

    રાજદ્રોહના કેસમાં જામીન પર બહાર આવેલા પાટીદાર અનામત આંદોલન કમિટીના કન્વીનર અલ્પેશ કથીરિયા હવે પોલીસ સામે બાથ ભીડી છે. જામીન પર બહાર આવેલા અલ્પેશે નો પાર્કિંગ જેવા મુદ્દે બબાલ કરી પોલીસને ધમકાવી, મામલો બિચક્યો અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી, બાદમાં કોર્ટે 15 હજારના જામીન આપ્યા અને છોડી મૂકવા આદેશ કર્યા. હવે પોલીસ અને અલ્પેશ એકબીજા પર આક્ષેપોનો મારો શરૂ કર્યો છે. આવો જાણીએ કોણે શું કહ્યું.

    સુરત પોલીસ કમિશનર સતિષ વર્માએ સમગ્ર મામલે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેઓએ સ્પષ્ટ જણાવ્યું કે જનતાએ નક્કી કરવાનું છે કે પોલીસને બેફામ મા-બહેનની ગાળો આપનાર ટપોરીઓનો સાથ આપવો છે કે કાયદાનું રક્ષણ કરતાં પોલીસનો. અલ્પેશ અને તેની ટીમ દ્વારા પોલીસને ઉશ્કેરવાના તમામ પ્રયાસો કરાયા છે, પરંતુ અમે કાયદામાં રહીને કામગીરી કરી છે, જ્યારે અલ્પેશ ખુદ રાજદ્રોહના કેસમાં જામીન પર છે, અલ્પેશને જામીન શરતોને આધિન અપાયા છે, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જેલ બહાર આવી તે કોઇપણ કાયદાનું ભંગ નહીં કરે. આથી સુરત પોલીસે અલ્પેશના રાજદ્રોહના કેસમાં મળેલા જામીન રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ કમિશનર સતીશ વર્માએ જણાવ્યું કે અલ્પેશ છડેચોક કાયદાનું ઉલ્લંઘન કરી શહેરની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યો છે.

    શું કહ્યું અલ્પેશે ?

    બીજી બાજુ પોલીસ કમિશનરની પત્રકાર પરિષદ બાદ જામીન પર છૂટેલા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે લોકસભા ચૂંટણી પહેલા મને ફસાવવાના પ્રયાસો શરૂ થયા છે. મને એન્કાઉન્ટર કરવા સુધીની પોલીસે ધમકીઓ આપી છે. એટલું જ નહીં પોલીસ મારા પર ખાર રાખી રાજદ્રોહના ગુનાના જામીન રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Patidar leader, Patidar leader Alpesh Kathiriya, Police Commissioner Statement, Surat police, રાજદ્રોહના કેસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन