
અમદાવાદઃ હાર્દિક પટેલે ફરી એક વાર લેટર બોમ્બ ફોડ્યો છે. આ વખતે તેમના નિશાન પર નરેન્દ્ર મોદી આવ્યા છે. હાર્દિકે નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે જેમાં તેણે સનસનીખેજ આરોપ મુક્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના નેતા હાર્દિક પટેલે પત્રમાં 2002ના રમખાણો નરેન્દ્ર મોદીએ જ કરાવ્યા તે બધા જાણતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. રમખાણોના કેસોમાં મોટા ભાગે પાટીદાર યુવાનોને સજા પડી. પણ વડાપ્રધાન બન્યા પછી પણ તેમણે આ યુવાનોને સજા માફ કરાવી નથી. મોદીજી તમે પટેલોની પીઠમાં છરો ભોંક્યો એવો તેણે આક્ષેપ કર્યો છે.