
ગાંધીનગરઃ પાટીદાર અનામત અંદોલન ને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે હજી પણ પાટીદાર અનામત ના કોયડાનો કોઈ ઉકેલ નથી આવ્યો.પાટીદારોનો મુખ્ય ચહેરો હાલ કાયદાકીય જોગાવાઈ પ્રમાણે રાજસ્થાનમાં છે ત્યારે ગુજરાત સરકારના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ દ્વારા પાટીદાર અનામત અંદોલન ને લઈને વાતોઘાટો કરવા માટે પાસ કન્વીનર કેતન પટેલ અને ચિરાગ પટેલને આમંત્રણ આપવામાં આવતા રાજકારણ ગરમાયું છે. જોવા જઇએ તો હવે હાર્દિક પટેલની સીધી બાદબાકી કરાઇ હોય તેવું લાગી રહ્યું છે.