અમદાવાદ,સુરતઃ સુરતમાં આજે હાર્દિક પટેલ જેલમુક્ત થયો છે ત્યારે નવા જોશ સાથે પાટીદારો મોટી સંખ્યામાં રોડ શો કરી હાર્દિકની જેલ મુક્તિનો આનંદ માણી રહ્યા છે. અને આદોલનને નવું રૂપ આપવા હવે નવ નવા સરદાર એટલેકે વામનમાંથી વિરાટ બનેલ હાર્દિક પટેલ બહાર આવ્યા છે ત્યારે આજે ઉમિયા મંદિરે હાર્દિકે દર્શન કર્યા હતા આ સમયે જય સરદારના નારા લાગ્યા હતા.

હાર્દિક પટેલે વરાછાના ઉમિયા માતાના મંદિરે દર્શનકર્યા હતા. મંદિરના ટ્રસ્ટીઓએ હાર્દિક પટેલનું સ્વાગત કર્યું હતું. બીજી તરફ વિરમગામમાં હાર્દિક પટેલના ઘરે પોલીસ કાફલો તૈનાત કરાયો છે.રૂરલ પોલીસ એસપી વિસ્તારની તપાસ કરવા નીકળ્યા છે. ત્યારે હાર્દિકનું ઘર પોલીસ છાવણીમાં ફેરવાયું છે.
તો જોવા જઇએ તો પાટીદારોમાં ઉત્સાહ છે પરંતુ એસપીજીના લાલજી પટેલ ક્યાંય હાર્દિકના સ્વાગતમાં કે રેલીમાં નજરે ન પડતા હજુ પણ હાર્દિક પટેલ અને લાલજી પટેલ વચ્ચે મતભેદ હોવાનું અને કંઇક ગુંચ હોવાનું મનાઇ રહ્યું છે ત્યારે આ મામલે લાલજી પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, મહેસાણા કોર્ટમાં મુદ્દત હોવાથી સુરત જઇ શક્યો નથી. ચાણસ્મામાં હાર્દિકને મળીશ.હાર્દિક રાજસ્થાન ગયા બાદ પણ સંપર્કમાં રહીશ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર