પ્રજ્ઞેશ વ્યાસ, સુરત : રાજદ્રોહના કેસમાં કોર્ટમાં હાજરી આપવા આવેલા હાર્દિક પટેલે આજે સુરતમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની કારમી હાર વિશે નિવેદન આપ્યું હતું. હાર્દિક પટેલે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ઉમેદવારો ઉતારવામાં કાચી પડી હશે, પાર્ટી ભાજપના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં નિષ્ફળ રહી
હાર્દિક પટેલે કહ્યું, “ છેલ્લી ત્રણ વખતથી કોર્પોરેશનમાં ભાજપ જીતે છે એટલે તે કોંગ્રેસનો ગઢ ન કહી શકાય. અમે ઉમેદવારોની પસંદગી કરવામાં ભૂલ કરી છે, અને ક્યાંકને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં નિષ્ફળ નીવડ્યા છે. જૂનાગઢમાં ચોક્કસપણે અમારા ધારાસભ્ય છે પરંતુ પાર્ટી ઉમેદવારોની પસંદગીમાં કાચી પડી છે. ”
આ છેલ્લી ચૂંટણી નથી
હાર્દિકે મીડિયા સમક્ષ કહ્યું કે લોકશાહીમાં હાર જીત ચાલ્યા કરે છે અને આ ચૂંટણીએ છેલ્લી ચૂંટણી નથી હજુ આગામી સમયમાં વર્ષ 2020માં પણ ચૂંટણીઓ આવવાની છે અને વર્ષ 2022માં પણ વિધાનસભાની ચૂંટણી આવશે પાટીદારો કોના તરફે છે એ ચૂંટણીમાં સાબિત થઈ જશે.
કોંગ્રેસ ડૂબતી નાવ : રૂપાણી
અગાઉ આજે સવારે જૂનાગઢમાં યોજાયેલી વિજય સભાને સંબોધતા મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ ડૂબતી નાવ છે. કોંગ્રેસ નેતા, નીતિ વિહોણું ડૂબતું નાવ છે જેને પ્રજાએ વિપક્ષને યોગ્ય પણ ન ગણી અને માત્ર 1 ઉમેદવારને ચૂંટી જૂનાગઢ મનપામાં મોકલ્યા છે.
કોંગ્રેસનો સમય ખરાબ છે : હાર્દિક
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે એક સમયે ભારતીય જનતા પાર્ટીની દેશમાં બે જ બેઠકો હતી અને આટલા વર્ષો પછી આજે દેશમાં તેમની સરકાર છે. તો આ પ્રકારની જીતને ધ્યાનમાં રાખીને કોંગ્રેસને ડૂબતું નાવ ગણાવું યોગ્ય નથી. વિજય રૂપાણી ભૂલી ગયા છે કે તેઓ પ્રદેશના પ્રવક્તામાંથી સીધા સીએમ બની ગયા જો એ શક્ય બની શકતું હોય તો કાલે એવું પણ બની શકે છે કે દેશના 32માંથી 4 રાજ્યમાં જ ભાજપનું સાશન બચે
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર