Home /News /gujarat /

સરકાર સાથે મંત્રણા પહેલા પાટીદારોએ શું કરી છે તૈયારી,હાર્દિકની શું છે માંગણી જાણો

સરકાર સાથે મંત્રણા પહેલા પાટીદારોએ શું કરી છે તૈયારી,હાર્દિકની શું છે માંગણી જાણો

ગાંધીનગરઃરાજ્ય સરકારના વાટાઘાટોના પ્રસ્તાવ પર પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિકે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે,બે દિવસમાં તમામ કન્વીનર સાથે બેઠક કરી ચર્ચા કરાશે.11 કન્વીનરની ટીમ સરકાર સાથે ચર્ચા કરશે.અનામતનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહેશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ગાંધીનગરઃરાજ્ય સરકારના વાટાઘાટોના પ્રસ્તાવ પર પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિકે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે,બે દિવસમાં તમામ કન્વીનર સાથે બેઠક કરી ચર્ચા કરાશે.11 કન્વીનરની ટીમ સરકાર સાથે ચર્ચા કરશે.અનામતનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહેશે.સરકારના પ્રસ્તાવ અંગે દિનેશ બાંભણિયાએ નિવેદનમાં કહ્યું હતું કે, સરકારનું આમંત્રણ આવકાર દાયક છે.'મુખ્ય મુદ્દો છે પાટીદારોને અનામત મળવી જોઈએ''29 નવેમ્બરે પાસ કન્વીનરોની બેઠક ઉદેપુરમાં મળશે.અનામત આંદોલનમાં દમન કરનાર સામે કાર્યવાહી થાય.આંદોલનમાં શહીદ થનાર પાટીદારોના પરિવારને સરકાર ન્યાય આપે.

રાજ્ય સરકારે હાર્દિક અને પાસને વાટાઘાટો માટે આપેલા આમંત્રણને પાસે આવકાર્યો છે. જો કે પાસનો દાવો છે કે તેમની તમામ માંગણીઓ યથાવત છે અને પાટીદારોને બંધારણીય રીતે અનામતનો હક્ક મળે તે મુખ્ય માંગણી છે. સાથે જ આંદોલન દરમિયાન શહિદ થયેલાઓના પરિવારોને સરકાર ન્યાય આપે અને પાટીદારો પર દમન ગુજારનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરી છે.

પાસ કન્વીનર દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે,સરકારના આમંત્રણ બાદ ઉદેયપુર ખાતે હાર્દિકના નિવાસસ્થાને હાર્દિકની હાજરીમાં પાસના કન્વીનરોની 29 મી નવેમ્બરે બેઠક મળશે. જેમાં સરકાર સાથે પાસના કેટલા લોકો વાટાઘાટોમાં સામેલ થશે તેના પર નિર્ણય કરાશે. આ ઉપરાંત સરકાર સાથે વાટાઘાટોની ફોર્મ્યુલા પર વિચારણા થશે. જો કે પાસ અત્યારે તો પોતાના તમામ મુદ્દાઓ પર અડગ છે અને તેનો ઉકેલ નહિ આવે તો આંદોલન પણ યથાવત રાખશે.

ફાઇલ તસવીર
First published:

Tags: અનામત આંદોલન, પાટીદાર આંદોલન, પાસ કન્વીનર, હાર્દિક પટેલ

આગામી સમાચાર