Home /News /gujarat /

હાર્દિક પર રાજનીતિઃ આવકારવા રાજકીય પાર્ટીઓમાં ચાલી ખેંચતાણ,હાર્દિક પટેલ કોની તરફ નમશે !

હાર્દિક પર રાજનીતિઃ આવકારવા રાજકીય પાર્ટીઓમાં ચાલી ખેંચતાણ,હાર્દિક પટેલ કોની તરફ નમશે !

અમદાવાદઃ પાટીદાર યુવા નેતા અને અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ 9 મહિનાના જેલવાસ બાદ બહાર આવ્યો છે.હાઇકોર્ટ દ્વારા રાજદ્રોહને કેસમાં જમીન મુક્ત કર્યા બાદ હાર્દિક પટેલે ફરી પોતાના તેવર બતાવ્યા છે અને આંદોલન ચાલુ રહેશે તેવી હુંકાર કરી છે. ત્યારે હાર્દિકને લઇ ફરી એકવાર રાજનીતિ ગરમાઇ છે અને રાજકિય પક્ષો હાર્દિકને પાર્ટીમાં પોતાની તરફ ખેંચવા કમર કસી રહ્યા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃ પાટીદાર યુવા નેતા અને અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ 9 મહિનાના જેલવાસ બાદ બહાર આવ્યો છે.હાઇકોર્ટ દ્વારા રાજદ્રોહને કેસમાં જમીન મુક્ત કર્યા બાદ હાર્દિક પટેલે ફરી પોતાના તેવર બતાવ્યા છે અને આંદોલન ચાલુ રહેશે તેવી હુંકાર કરી છે. ત્યારે હાર્દિકને લઇ ફરી એકવાર રાજનીતિ ગરમાઇ છે અને રાજકિય પક્ષો હાર્દિકને પાર્ટીમાં પોતાની તરફ ખેંચવા કમર કસી રહ્યા છે.

hardik surat
9 માસના જેલવાસ બાદ હાર્દિક પટેલ જમીન પર છુટતાની સાથે રાજનીતી શરૂ થઇ ગઇ છે. રાજકિય પાર્ટીઓ હાર્દિક પટેલને પોતાના પક્ષમાં લેવા માટે તલપાપડ થઇ રહ્યા છે. અનામત આંદોલનના માધ્યમથી પાટીદાર સમાજના બનેલા યુવા સરદારને સૌ કોઇ આકર્ષિત કરી રહ્યુ છે. ગુજરાત અને દેશના રાજકારણમાં પાટીદાર સમાજ ઘણુ બધુ વર્ચસ્વ ધરાવે છે. પાટીદાર સમાજનો સૌથી મોટી વોટ બેંક માનવામાં આવે છે. જેના પગલે હવે પાટીદાર સમાજના યુવા ચહેરો બનેલા હાર્દિકને તમામ રાજકીય પાર્ટીઓ પોતાની તરફ ખેંચવા મથામણ કરી રહ્યા છે.
કોંગ્રેસે હાર્દિકને ટેકો આપવાની તૈયારી બતાવી છે. કોંગ્રેસના નેતાએ હાર્દિક પટેલને મળશે.આમ આદમી પાર્ટીએ પણ હાર્દિકને આવકાર આપ્યો છે. આપના નેતા આશુતોષે પણ મુલાકાત કરી છે. અમદાવાદમાં આપ નેતા આષુતોષ હાર્દિકને મળવા આવ્યા હતા.

તો બીજી તરફ સરકાર માટે હાર્દિક માથાનો દુખાવો બન્યો છે ત્યારે સુરતમાં હાર્દિક પટેલ વિઠ્ઠલ રાદડિયાને મળ્યા હતા.જોકે હાર્દિકે મીડિયા સમક્ષ ખોટું નિવેદન આપ્યું હતું. હાર્દિકે પોતે વિઠ્ઠલભાઈને મળ્યા ન હોવાનું જણાવ્યું હતું. ઈટીવી પાસે હાર્દિક અને વિઠ્ઠલભાઈની મીટિંગના ફોટા પહોચતા જ જુઠ્ઠાણુ પકડાઇ ગયું હતું.  ત્યારે ભાજપ પણ કોઇપણ રીતે હાર્દિક અને પાટીદારોની નારાજગી દૂર કરી આવનારી વિધાનસભા ચૂંટણીમાં ફરી સત્તા હાસલ કરવા માગતી હોય તેવું લાગે છે.

વર્ષ 2017માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ત્યારે રાજકીય પાર્ટીઓ ચૂંટણીની તૈયારીઓમાં અત્યારથી જ લાગી ગઇ છે. ત્યારે ગુજરાતનો સૌથી મોટી વોટ બેંક આવી પાટીદાર સમાજને પોતાની તરફ  આકર્ષવા તમામ પાર્ટીઓ અંદર ખાને અને બહારથી ટેકો આપવા કામે લાગી ગઇ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ હાર્દિક પટેલ અને આંદોલન કારીઓને ટેકો આપવાની અને પાર્ટીમાં જોડવા ખુલી ઓફર કરી છે.

હાર્દિકની જમાનત બાદ થયેલા રાજકીય ધમાસાણથી રાજ્ય સરકાર પણ હરકતમાં આવી હતી. અને હાર્દિક પટેલને ટેકો આપનાર કોંગ્રેસ પક્ષની સરકારના પ્રવક્તા નીતિન પટેલ આડેહાથ લીધા હતા. અને કહ્યુ હતું કે કોંગ્રેસ બે મોઢાની વાત કરી રહી છે. કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી આવા નિવેદન આપી ભાગ પાડો અને રાજ કરોની નીતિઓ અપનાવી રહી છે.
ગુજરાતની મુખ્ય બે પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ આમને સામને થઇ છે. ત્યારે
બે વચ્ચેની લડાઇમાં ત્રીજો પક્ષ લાભ લેવા મેદાનમાં ઉતર્યો છે. દિલ્હીમાં વિજય ફતાકા લહેરાવ્યા બાદ આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સક્રિય
થઇ છે. આપના વડા અરવિંદ કેજરીવાલે પણ હાર્દિક પટેલના સમર્થનમાં નિવેદન આપ્યુ હતું. અને હાર્દિકને મળવા માટે દિલ્હીથી ખુદ આપના નેતા અને અરવિંદ કેજરીવાલના વિશ્વાશુ એવા આશુતોષ રાતો રાત અમદાવાદ આવી પહોંચ્યા હતા. જેલમાંથી મુક્ત પર શુભેચ્છાઓ આપી હતી. પરંતુ આપમાં જોડવા મુદ્દે પોતાની નીતી સ્પષ્ટ કરી ન હતી. અને મીડીયાને ગોળગોળ જવાબ આપ્યો હતો.
એક તરફ આમ આમદમી પાર્ટીના નેતાઓ ભલે કોઇ સ્પષ્ટતા ન કરી હોય. પણ આ પહેલા પણ આપ દ્વારા હાર્દિકને ખુલુ સમર્થન અપાયુ છે. ત્યારે પાટીદાર સમાજનો ચહેરો બનેલા હાર્દિકને પાર્ટીમાં ખેંચવા રાજકિય પાર્ટીઓ છેડી ઘડી સુધી પ્રયાસ કરી રહી છે. તમામ રાજકિય પાર્ટીઓની નજર આવનાર ગુજરાતની વિધાનસભા ચૂંટણી પર છે. પરંતુ શું ખરેખર રાજકીય પાર્ટીઓ પાટીદાર સમાજની અનામતની માંગણીઓ સ્વિકારી શકશે. કે પછી માત્ર રાજનીતી કરી હાર્દિકને મુખળો બનાવી જ ચાલશે. ત્યારે જોવાનું છે કે હાર્દિક પટેલ આગામી સમયમાં કંઇ પાર્ટીનો હાથ પકડે છે કે પછી આંદોલન સ્વતંત્ર રીતે ચલાવી સરકારનું નાક દબાવે છે તે આવનાર સમય જ બતાવશે.
First published:

Tags: અનામત આંદોલન, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ગુજરાત, પાટીદાર આંદોલન, ભાજપ, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन