અમદાવાદઃ ગાંધીનગરમાં આવેદન પત્ર આપવા ગયેલા ગુજરાતના પાસ કન્વીનરોની અટકાયત બાદ પાસ કન્વીનર હાર્દિક પટેલે ફરી સરકાર પર પ્રહાર કર્યા છે. અને કહ્યું હતું કે ફરી એક વાર સરકાર ઈચ્છી રહી છે કે પાટીદાર સમાજને અનામત ના મળે, અહિંસાના માર્ગે OBC કમિશનમાં આવેદનપત્ર આપવા જતા ધરપકડ કેમ ? એક તરફ સરકાર કહે છે કે OBCમાં રજૂઆત કરે તો પછી ધરપકડ કેમ ?

હાર્દિકે વધુમાં કહ્યુ હતું કે, સમાજને દબાવવાનો પ્રયાસ કરે છે પણ અમે ડરવાના નથી, સમાજનું સંગઠન તોડવા નહીં દઈએ. અનામત મેળવીને રહીશું. લોકશાહીનું ખૂન વારંવાર થઇ રહ્યું છે.
નોધનીય છે કે, આજે ગાંધીનગરમાં અનામત મુદ્દે આવેદન આપવા ગયેલા પાસ કન્વીનરોને પોલીસે પકડીને ડબ્બામા પુર્યા હતા.ધારાસભ્ય નલીન કોટડિયાની પણ અટકાયત કરાઇ હતી. પાસના કન્વીનરો OBC પંચમાં આવેદન આપવા જતાં હતા ત્યારે પોલીસે અટકાયત કરી હતી.