જેલમાંથી હાર્દિકનો વધુ એક પત્રઃરાજકીય પક્ષ સાથે સંકળાયેલો ન હોવાની કરી સ્પષ્ટતા

સુરતઃજેલમાંથી હાર્દિકનો વધુ એક પત્ર બહાર આવ્યો છે. હાર્દિકે વકીલ યશવંત વાળા મારફતે મીડિયાને સંબોધીને પત્ર લખ્યો છે. જેમાં પોતે કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો ન હોવાની સ્પષ્ટતા કરી ગરીબી, ખેડૂત, મહિલા અને યુવાનો માટે સતત કામ કરવાની બાંહેધરી આપી છે.જેલમાં રહીને મનોબળ વધુ મજબૂત થયાની વાત કરતા જેલવાસ દરમિયાન સુરતના મુકેશ પટેલના સહયોગનો ઉલ્લેખ કર્યો છે. પોતે ક્યારેય હિંસાને સમર્થન ન આપ્યુ હોવાની સ્પષ્ટતા પણ કરી છે.

અમદાવાદ અને સુરતના રાજદ્રોહ કેસ તેમજ વિસનગરમાં ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ મામલે હાર્દિકને હાઇકોર્ટે શરતી જામીન આપ્યા છે. ત્યારે જેલમાંથી હાર્દિકનો વધુ એક પત્ર બહાર આવ્યો છે. આ લેટર તેમના વકીલ યશંવત વાળા મારફતે મોકલાયો છે.
ખાસ કરીને આ લેટરમાં સત્યમેવ શબ્દ યુવા પેઢી માંટે મહાન સાબિત થયો છે. પોતાને ભારતના બંધારણ પર સંપૂર્ણ ભરોસો હતો. પોતે ગુનેગાર ન હોવા છતાં જેલવાસ ભોગવી રહ્યો હોવાનું જણાવ્યુ હતુ. આ ઉપરાંત સરકાર તરફે મધ્યસ્થી બનેલા ઉઘોગપતિ મુકેશ પટેલના નામનો પણ ઉલ્લેખ કર્યો છે.
પોતે કોઇનાથી ડરતો નથી અને શહીદોની ચિતા ફીકી ન પડી હોવાનું જણાવ્યુ હતુ. આ ઉપરાંત ભગવાન રામે જેમ 14 વર્ષ વનવાસ ભોગવ્યો તેમ પોતે પણ 9 મહિના માતાના પેટમાં તથા 9 મહિના જેલમાં ગુજાર્યા છે. આ નવ મહિનાના ગાળામાં તે ક્યારેય અમિતશાહ કે કોગ્રેસના નેતાને મળ્યો નથી, તેમજ આ આંદોલન અમિતશાહનું નહિ પરંતુ સમાજનું હોવાનું જણાવ્યુ હતુ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર