Home /News /gujarat /

હાર્દિક જેલમાંથી ના છૂટે ત્યાં સુધી ચંપલ નહીં પહેરવાની માની હતી માનતા, હજુ પણ રહી અધૂરી

સુરતઃ હાર્દિક જેલમાં ગયો ત્યારથી હાર્દિકનો એક જબરો ફેન હરેશભાઈ મેવાસાએ બૂટ ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. જોકે આજે હાર્દિક બહાર આવીને લાલદરવાજા સ્થિત ખોડિયાર માતાના મંદિર આવવાનો હતો. અને હરેશભાઈની પ્રતિજ્ઞા પુરી કરવાનો હતો, પરંતુ હાર્દિકની રેલી આગળથી જ વરાછા બાજુ વળી જતાં હરેશની પ્રતિજ્ઞા અધૂરી રહી ગઈ હતી. જોકે હરેશભાઈએ જણાવ્યું હતું કે, વાજતે ગાજતે હાર્દિક પાસે પ્રતિજ્ઞા પૂર્ણ કરવા આવ્યો હતો. જોકે તે પૂર્ણ ન થઈ. હજુ છ મહિના સુધી રાહ જોવા માટે તૈયાર છું.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

hardik chahak manta
હાર્દિક પટેલની સુરત પોલીસ દ્વારા રાજદ્રોહના કેસમાં ઓક્ટોબર 2015માં જ્યારે ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે કતારગામમાં રહેતા હરેશ મેવાસા નામના યુવકે એક પ્રતિજ્ઞા લીધી હતી. તેણે પ્રતિજ્ઞા લીધી હતી કે, જ્યાં સુધી હાર્દિક પટેલ જેલમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી તે પગમાં ચપ્પલ કે બૂટ નહીં પહેરે. આ વાતને નવ મહિના થઈ ગયા હોવા છતાં હરેશ મેવાડા હજુ પણ પોતાની પ્રતિજ્ઞા પર ટકી રહ્યો છે. આજે હાર્દિક જ્યારે જામીન પર છૂટીને જેલમાંથી બહાર આવવાનો હતો ત્યારે તેની રેલી લાલદરવાજા સ્થિત ખોડિયાર માતાના મંદિર પાસે રોકાવાની હતી અને હાર્દિક ત્યાં દર્શન કરવાનો હતો.

હાર્દિકે હરેશને પોતાના હાથેથી ચંપલ પહેરાવશે એવી જાહેરાત કરી હતી. આ જાહેરને લઈને હરેશ મેવાસા આજે વાજતે ગાજતે પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરશે એવા હર્ષોલ્લાસ સાથે લાલદરવાજા મંદિર પાસે પહોંચ્યો હતો. પરંતુ હાર્દિકની રેલી અમિષા હોટલ પાસેથી જ સ્ટેશન તરફ વળી ગઈ હતી અને આગળ લાલદરવાજા તરફ વધી ન હતી. જેથી કરીને હરેશ મેવાસાની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ન હતી.
First published:

Tags: અનામત આંદોલન, જેલમુક્તિ, પાટીદાર આંદોલન, માનતા, હાર્દિક પટેલ, હાર્દિક પટેલ ચાહક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन