Home /News /gujarat /

હાર્દિક પટેલ ગુજરાત છોડ્યા પહેલા 48 કલાકમાં બનાવશે આ અનોખો રેકોર્ડ!

હાર્દિક પટેલ ગુજરાત છોડ્યા પહેલા 48 કલાકમાં બનાવશે આ અનોખો રેકોર્ડ!

અમદાવાદઃ હાર્દિક પટેલના સ્વાગત માટે પાટીદારોની તડામાર તૈયારી ચાલી રહી છે.સુરત અને રાજકોટમાં ગબ્બર ઇજ બેકના પોસ્ટરો પણ લાગી ચુક્યા છે. પાટીદારોમાં નવો જોશ ભરાયો છે. ત્યારે હાર્દિક જેલમાંથી મુક્ત થશે તેના બે દિવસ એટલે કે 48 કલાક ગુજરાતમાં રહેવાનો છે. જેમાં પણ એક રેકોર્ડ બનશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

અમદાવાદઃ હાર્દિક પટેલના સ્વાગત માટે પાટીદારોની તડામાર તૈયારી ચાલી રહી છે.સુરત અને રાજકોટમાં ગબ્બર ઇજ બેકના પોસ્ટરો પણ લાગી ચુક્યા છે. પાટીદારોમાં નવો જોશ ભરાયો છે. ત્યારે હાર્દિક જેલમાંથી મુક્ત થશે તેના બે દિવસ એટલે કે 48 કલાક ગુજરાતમાં રહેવાનો છે. જેમાં પણ એક રેકોર્ડ બનશે.

પાસના સુત્રોના જણાવ્યા મુજબ ગુજરાત છોડશે તેના 48 કલાકમાં હાર્દિક પટેલ 15 લાખ લોકો સાથે સીધી મુલાકાત કરશે. અને 2150 કિલોમીટરની સ્વાગત મુસાફરી કરવાનો છે. તેમજ 12 નાની મોટી સભાઓ અને 7 રોડ શો પણ કરશે ત્યારે 2 મહારેલી પણ કરશે. જો કે આ માટે તેણે તંત્ર પાસેથી મંજુરી માગવી પડશે.

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત વિસ્તારોમાંથી 600થી વધુ ગાડીઓનો કાફલો બે દિવસ હાર્દિક પટેલ સાથે રહેશે. હાર્દિકને જામીન મળ્યા બાદ પાટીદાર આંદોલનમાં નવા પ્રાણ ફુકાયા છે અને પાટીદારોમાં નવો જોશ જોવા મળ્યો છે.

પાસના સુત્રોના દાવા મુજબ તા.15-7-2015ના સવારે 11 કલાકે હાર્દિક પટેલ જેલ મુક્ત થશે ત્યારે સમગ્ર કાફલો સુરત પહોચશે જ્યાં હાર્દિકનું સ્વાગત કરાશે. અને જુદાજુદા વિસ્તારોમાં હાર્દિક અભિવાન જીલશે. હાર્દિક પટેલ સાંજે સાત વાગ્યા સુધી સુરતમાં જ રહેશે. અને જુદાજુદા પાટીદાર વિસ્તારોમાં મુલાકાત કરશે.ત્યારપછી હાર્દિક પટેલ અને કાફલો અમદાવાદ આવવા પ્રયાણ કરશે અને રસ્તામાં વિવિધ જગ્યાએ હાર્દિકનું સ્વાગત થશે. હીરાબાગ, કાપોદ્રા થઈને મોટા વરાછાના સુદામા ચોક થઈને લજામણી ચાર રસ્તાથી સરથાણા થઈને સિમાજા ગામથી યોગી ચોક અને પછી પાણીની ટાંકીથી નહેર રોડ અને ત્યાંથી પરવાનગી મળે તો લક્ષ્મીનારાયણ ફાર્મમાં જાહેરસભા કરશે. ત્યાંથી રાત્રે ભરૂચ, નડિયાદ થઈને અમદાવાદના વસ્ત્રાલમાં રાત્રીરોકાણ કરશે.’

તેમજ 16મી તારીખે હાર્દિક પટેલ 11 વાગે સારંગપુર જવા રવાના થશે. 1 વાગ્યા આસપાસ સારંગપુર પહોચી હનુમાન દાદાના દર્શન કરી સમગ્ર ખોડલધામ-કાગવડ પહોંચશે. ભાયાવદાર ગામમાં 25 હજાર પાટીદારો હાર્દિકનું સ્વાગત કરશે. ત્યારબાદ હાર્દિક રાજકોટ જવા રવાના થશે. અને અહીથી મોરબીમાં પહોચી વિશાળ બાઇક રેલી યોજશે.ત્યાથી રાત્રે 11 કલાકે વિરમગામ પોતાના ઘરે હાર્દિક પહોંચશે. તેમજ 17મીએ હાઇકોર્ટના આદેશ મુજબ હાર્દિક પટેલ ગુજરાત બહાર જશે.

17 જુલાઈએ હાર્દિક વિરમગામથી સવારે નીકળીને પાટણ, સિદ્ધપુર થઈને પાલનપુર પહોંચશે.અહીંથી ઈડરથી વડગામ થઈને હિંમતનગરમાં પાટીદારોનું અભિવાદન સ્વીકારીને ગુજરાત 6 મહિના માટે છોડી દેશે.
First published:

Tags: અનામત આંદોલન, ગુજરાત, પાટીદાર આંદોલન, વિરમગામ, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन