દુબઇમાં ફસાયેલ ગુજરાતીઓ સુરતના ઉદ્યોગપતિની મદદથી પ્રાઈવેટ ફ્લાઈટમાં વતન આવી પહોંચ્યા


Updated: June 19, 2020, 6:27 PM IST
દુબઇમાં ફસાયેલ ગુજરાતીઓ સુરતના ઉદ્યોગપતિની મદદથી પ્રાઈવેટ ફ્લાઈટમાં વતન આવી પહોંચ્યા
દુબઇમાં ફસાયેલ ગુજરાતીઓ સુરતના ઉદ્યોગપતિની મદદથી પ્રાઈવેટ ફ્લાઈટમાં વતન આવી પહોંચ્યા

કોરોના વાયરસને લઈને ચાલી રહેલ લૉકડાઉનને લઇને અનેક ગુજરાતી દુબઈમાં ફસાયા હતા

  • Share this:
સુરત : કોરોના વાયરસને લઈને ડૂમેમાં ફસાયેલ એક હજાર કરતા વધુ ગુજરાતી પોતાના વતન ફરી શકે તેમ ન હતા ત્યારે સુરતના ઉદ્યોગપતિની મદદથી 180 ગુજરાતી ગુજરાત આવી પહોંચ્યા છે. જોકે હજુ પણ અનેક ગુજરાતી ત્યાં ફસાયેલ છે ત્યારે આગામી દિવસમાં વધુ ગુજરાતી વંદે ભારત મિશનમાં નહીં આવી શકતા પ્રાઇવેટ ફ્લાઇટથી આવશે.

કોરોના વાયરસને લઈને ચાલી રહેલ લૉકડાઉનને લઇને અનેક ગુજરાતી ડૂમે ખાતે ફસાયા હતા. સરકારે વંદે ભારત મિશનમાં દુબઇ અને અબુધાબીને એક-એક ફ્લાઇટ આપી અને ત્રીજા ફેઝમાં અબુ ધાબીને માત્ર એક ફ્લાઇટ અપાઈ હતી. જેથી વધુ ફ્લાઇટની માંગ કરી, પણ વધુ ફ્લાઇટ ન અપાતાં લગભગ 1000થી પણ વધારે ગુજરાતીઓ દુબઈમાં ફસાયા હતા. આ સમયે ગુજરાતીઓએ એક થઈને ગ્રૂપ બનાવી એકમેકની વ્હારે આવ્યાં હતા અને પોતાના વતન ફરવા માટે પ્રાઇવેટ ફ્લાઇટ કરવાનું વિચારી રહ્યા હતા. જોકે પ્રાઇવેટ ફ્લાઇટ માટે કોઈ જવાબદારી ઉઠાવે એના માટે કોઈ સંસ્થા અથવા કંપનીની મંજૂરી જરૂરી હતી. જેથી ગુજરાતીઓએ એક થઈને ગ્રૂપ બનાવ્યું હતું. જેમાં સ્નહેલભાઈ શાહ, પીનલ ચૌહાણ, દિપેશભાઈ હિંગુ, નિકુંજભાઈ દેસાઈ, પ્રદીપસીંગ જાડેજા તેમજ હીતેદ્રભાઈ સોલંકી ભેગા મળીને સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને હાલ દુબઇ સ્થિત ભરતભાઈ નારોલે પાસે ગયા હતા. જેમને પોતાના પર 1000 થી વધુ લોકોને ગુજરાત મોકલવાની જવાબદારી ઉપાડી હતી.જેથી ગુજરાત આવવાની રાહ આસાન બની ગઈ હતી.

આ પણ વાંચો - કોરોના મુદ્દે રાજ્ય સરકારનો હાઇકોર્ટમાં જવાબ, અન્ય બીમારીઓ અને વૃદ્ધ હોવાના લીધે દર્દીઓના મોત થયા

દુબઇમાં ફસાયેલ ગુજરાતીઓ સુરતના ઉદ્યોગપતિની મદદથી પ્રાઈવેટ ફ્લાઈટમાં વતન આવી પહોંચ્યા


ગુજરાતભરના લોકોએ તૈયાર કરેલ તમામ યાદીને ભરતભાઈ નારોલેએ દુબઇ કોન્સોલેટ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને મોકલીને પરવાનગી માંગી હતી. જેમાં અત્યારે કુલ 6 ફલાઇટને મંજૂરી મળી છે. જેમાં 18 જૂનના રોજ સવારે 10 વાગે પ્રથમ પ્રાઇવેટ ફ્લાઇટમાં ગર્ભવતી મહિલાઓ, સિનિયર સિટીઝ, ભારતમાં, મેડિકલ ઇમરજન્સી તેમજ લેબર સાથે કુલ 175 લોકોને દુબઇથી અમદાવાદ લઈને આવી પહોંચ્યા હતા. ખાડી દેશો ગણાતા દુબઈ, અબુધાબી સહિતના દેશોમાં લોકડાઉનના કારણે બંધ જેવી સ્થિતિ છે. વર્ક ફ્રોમ હોમ કરાવવામાં આવી રહ્યું છે. તેમ જ પગાર ઉપર પણ કાતર ફરી ગઈ છે. જેથી ઘણા લોકો ત્યાં હેરાન પરેશાન હતાં. સ્થિતિ નાજૂક હતી. કેરળની ફ્લાઈટ આવતી પરંતુ ગુજરાતની ફ્લાઈટ નહોતી આવતી. જેથી યુવકોએ ટ્વિટ પણ ખૂબ કર્યા અને આખરે એક થઈને પ્રાઈવેટ ફ્લાઈટની વ્યવસ્થા થતાં વતન વાપસી થઈ હતી.
જયારે બીજી પ્રાઇવેટ ફ્લાઇટ 24 જૂનના રોજ 180 લોકોને લઈને દુબઇથી અમદાવાદ આવશે. દુબઇથી પરત ફરી રહેલ તમામ ગુજરાતીઓ પ્રાઇવેટ ફ્લાઇટની વ્યવસ્થા કરનાર દરેક ટીમ મેમ્બરનો ખુબ ખુબ આભાર માની રહ્યા છે. પ્રથમ ફ્લાઈટમાં આવેલા ગુજરાતીઓએ ગુજરાતની ધરતી પર પગ મુકતાની સાથે જ ઉત્સાહિત થઈને ખુશી વ્યક્ત કરતાં સેલ્ફી લીધી હતી.
First published: June 19, 2020, 6:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading