Home /News /gujarat /દિવ્યાંગ બાપડા બિચારા નથી, એમને બરાબરીનો ભાવ જોઇએ : PM

દિવ્યાંગ બાપડા બિચારા નથી, એમને બરાબરીનો ભાવ જોઇએ : PM

દુનિયાના નકશામાં આજે નવસારી સોનેરી અક્ષરે અંકિત થયું છે. ત્રણ ત્રણ રેકોર્ડ થયા છે. એટલો મોટો કુદકો માર્યો છે કે એ તોડવો અઘરો થઇ પડશે. એમાંય ખાસ કરીને દિવ્યાંગોનો આ રેકોર્ડ છે જેથી ચાર ચાંદ લાગ્યા છે.

દુનિયાના નકશામાં આજે નવસારી સોનેરી અક્ષરે અંકિત થયું છે. ત્રણ ત્રણ રેકોર્ડ થયા છે. એટલો મોટો કુદકો માર્યો છે કે એ તોડવો અઘરો થઇ પડશે. એમાંય ખાસ કરીને દિવ્યાંગોનો આ રેકોર્ડ છે જેથી ચાર ચાંદ લાગ્યા છે.

 • Pradesh18
 • Last Updated :
  નવસારી #વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારી ખાતે દિવ્યાંગ કાર્યક્રમમાં સાધન સહાય વિતરણ કર્યા બાદ કહ્યું હતું કે, દુનિયાના નકશામાં આજે નવસારી સોનેરી અક્ષરે અંકિત થયું છે. ત્રણ ત્રણ રેકોર્ડ થયા છે. એટલો મોટો કુદકો માર્યો છે કે એ તોડવો અઘરો થઇ પડશે. એમાંય ખાસ કરીને દિવ્યાંગોનો આ રેકોર્ડ છે જેથી ચાર ચાંદ લાગ્યા છે.

  #રેલવેમાં દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા કરાશે

  #આજે નવસારી દિવ્યાંગોની સંવેદના અનુભવવામાં શીરમોર બન્યું

  દિવ્યાંગ માટે દાનની સરવાણી : અહીં મને 67 લાખ રૂપિયાનો ચેક અપાયો છે, જે દિવ્યાંગ સ્કિલ્ડ ડેવલપમેન્ટ માટે ખર્ચાશે. પ્રત્યેક વ્યક્તિને જ્યારે આવો અનુભવ થાય ત્યારે કોઇ સમસ્યા રહેતી નથી. આપોઆપ સમસ્યા ઉકેલાઇ જાય છે. એક સંસ્થા દ્વારા દિવ્યાંગો માટે 67 ગાયોનું પણ દાન કરાયું છે.

  સાથીઓ હું ખૂબ ભાગ્યશાળી છું. હું હમણાં વિભાગના મંત્રીને પુછતો હતો કે અગાઉ ક્યારે કોઇ પ્રધાનમંત્રીને આવા કાર્યક્રમમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે, તો જવાબ મળ્યો ના. તો કહો કે હું ભાગ્યશાળી થયો કે નહીં કે જેને દિવ્યાંગોના કાર્યક્રમમાં સહભાગી થવાનું મળ્યું

  તક ઝડપી લેવા જેવી છે : વિશ્વ ભારત પાસે અપેક્ષા કરી રહ્યું છે. ભારતની જે અપાર શક્તિઓ પડી છે ત્યારે સવા સો કરોડ દેશવાસીઓએ પણ આ અવસર ઝડપી લેવાની તક છે.

  સ્વચ્છતા માટે સામાજિક ક્રાંતિ: દેશ આઝાદ થયા બાદ પહેલી વાર કલાકો સુધી સંસદમાં સ્વચ્છતા માટે ચર્ચા થઇ રહી છે. ટીવી મીડિયામાં ડિબેટ થઇ રહી છે. ઘરમાં નાનો ટાબરીયો પણ કહી રહ્યો છે કચરો આડો અવળો નહીં નાંખવાનો. મોદી દાદાએ ના પાડી છે. સામાજિક ક્રાંતિ છે.

  સામાજિક વિકલાંગતા બદલવા પ્રયાસ : સમાજમાં જ્યારે કોઇ વ્યક્તિના પંગુ અંગને લીધે એને જુદી નજરે જોવામાં આવે છે એ સામાજિક વિકલાંગતા બદલવાની જરૂર છે. કોઇ દિવ્યાંગને દયા ભાવ નથી જોઇતી, બાપડો બિચારો નથી એ, આપણા કરતાં વધુ કોન્ફિન્સ છે એનામાં, બસ બરાબરીનો ભાવ જોઇએ છે એમને.
  First published:

  Tags: ગુજરાત, નરેન્દ્ર મોદી, નવસારી, પીએમ મોદી જન્મદિવસ, વડાપ્રધાન