ગુજરાતી અભિનેત્રી ખુશી શાહ ડાંગના અંતરિયાળ વિસ્તારમાં લોકોની મદદ માટે પહોંચી

ગુજરાતી અભિનેત્રી ખુશી શાહ ડાંગના અંતરિયાળ વિસ્તારમાં લોકોની મદદ માટે પહોંચી

અભિનેત્રીએ ફિલ્મમાં પહેરેલા પોતાના બ્રાન્ડેડ કપડાઓને વેચતા 4 લાખ રૂપિયા ભેગા થયા હતા અને સાથે જ તેણે બીજા 4 લાખ ઉમેરી 8 લાખથી વધુની જીવન જરૂરિયાતની કિટો બનાવી ડાંગના આતરિયાળ ગામોમાં વિતરણ કરી

 • Share this:
  કેતન પટેલ, ડાંગ : ગુજરાતી અભિનેત્રી ખુશી શાહ ડાંગના આતરિયાળ વિસ્તારના ગરીબ પ્રજાની મદદ આવી છે. લગભગ 4 લાખથી વધુની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરી સાચા અર્થમાં માનવતા મહેકાવી છે.

  અભિનેત્રીએ ફિલ્મમાં પહેરેલા પોતાના બ્રાન્ડેડ કપડાઓને વેચતા 4 લાખ રૂપિયા ભેગા થયા હતા અને સાથે જ તેણે બીજા 4 લાખ ઉમેરી 8 લાખથી વધુની જીવન જરૂરિયાતની કિટો બનાવી ડાંગના આતરિયાળ ગામોમાં વિતરણ કરી હતી. જેમાં કપડાં, અનાજ કીટ, રેઇન કોટ, ચંપલ સહિત અનેક વસ્તુઓ વિતરણ કરવામાં આવી હતી. અભિનેતા સલમાન ખાનના ત્રણ લોકોને મદદરૂપ થવાના મેસેજથી પ્રેરિત થયેલી ખુશી શાહે મદદ આપવા ડાંગ જિલ્લો પસંદ કર્યો હતો અને અહીંના ગરીબ સામાન્ય લોકોને અનેકો વસ્તુઓ વિતરણ કરી સાચા અર્થમાં માનવતા મહેકાવી હતી.

  આ પણ વાંચો - વલસાડ : કાળમુખી ગુડસ ટ્રેનની ટક્કરથી 11 ગાયોના કરૂણ મોત, દૂર દૂર સુધી ફંગોળાઇ

  કુદરતના ખોળે વસેલા સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લાના લોકો આમ તો કોઈ પાસે મદદની અપેક્ષા રાખતા નથી. પરંતુ ખુશી શાહ તેઓને મદદરૂપ થતા સ્થાનિક લોકોએ પણ ખુશી શાહનો આભાર માન્યો હતો. ખુશી શાહના આ સરાહનીય કાર્યમાં સખી મંડળ, માલેગાંવ સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરના પી.પી.સ્વામી અને સુરત એસ.આર.કે ગ્રુપના બાબુભાઇ ખાસ ઉપસ્થિત રહી આ કાર્યમાં જોડાયા હતા.

  ખુશી શાહનું નાનપણથી જ સપનુ હતું કે પોતે એન.જી.ઓની સ્થાપના કરે અને લોકોને મદદરૂપ થાય. પરંતુ એવું ન થતા પોતે અભિનેત્રી બનવા છતાં પોતાના સપનાને પૂરું કરવા આ પ્રકારે લોકોને મદદરૂપ થઇ રહી છે.
  Published by:Ashish Goyal
  First published: