સુરતમાં હાર્દિકના રોડ શોમાં હજારો પાટીદારો ઉમટ્યા, ઠેર ઠેર ઉમળકાભેર સ્વાગત

Haresh Suthar | Pradesh18
Updated: July 15, 2016, 12:49 PM IST
સુરતમાં હાર્દિકના રોડ શોમાં હજારો પાટીદારો ઉમટ્યા, ઠેર ઠેર ઉમળકાભેર સ્વાગત
વ માસના જેલવાસ બાદ મુક્ત થયેલા હાર્દિક પટેલને આવકારવા માટે હજારો પાટીદારો લાજપોર જેલ ખાતે ઉમટ્યા હતા. હાર્દિક પટેલ બહાર આવતાં જ ઉમળકાભેર સ્વાગત કરાયા બાદ સરદાર રથમાં હાર્દિકનો રોડ શો શરૂ થયો છે. જેમાં હજારોની સંખ્યામાં પાટીદારો જોડાયા છે. ઠેર ઠેર હાર્દિકનું સ્વાગત કરાઇ રહ્યું છે.

  • Pradesh18
  • Last Updated: July 15, 2016, 12:49 PM IST
  • Share this:
સુરત #નવ માસના જેલવાસ બાદ મુક્ત થયેલા હાર્દિક પટેલને આવકારવા માટે હજારો પાટીદારો લાજપોર જેલ ખાતે ઉમટ્યા હતા. હાર્દિક પટેલ બહાર આવતાં જ ઉમળકાભેર સ્વાગત કરાયા બાદ સરદાર રથમાં હાર્દિકનો રોડ શો શરૂ થયો છે. જેમાં હજારોની સંખ્યામાં પાટીદારો જોડાયા છે. ઠેર ઠેર હાર્દિકનું સ્વાગત કરાઇ રહ્યું છે.

ખાસ તૈયાર કરાયેલા સરદાર રથમાં હાર્દિક પટેલનો રોડ શો શરૂ થયો છે. જેમાં સુરત ઉપરાંત રાજ્યભરમાંથી પાટીદારો જોડાયા છે. હાર્દિકનો રથ જ્યાંથી પસાર થઇ રહ્યો છે ત્યાં ઉત્સાહભેર સ્વાગત કરાઇ રહ્યું છે. તો બીજી તરફ સુરક્ષાને લઇને પોલીસે સઘન બંદોબસ્ત ગોઠવ્યો છે.

હાર્દિક પટેલનો કાફલો ભેસ્તાન વિસ્તારમાં આવી પહોંચતાં સ્વાગત કરાયું હતું.અહીંથી તે ઉધના થઇ ઉમિયા માતાજીના મંદિરે જશે. સાંજે ચાર વાગ્યા સુધી આ રોડ શો રહેશે.

રાત સુરત નહીં રોકાય!

રોડ શોને પગલે એવું કહેવાતું હતું કે, આજની રાત હાર્દિક પટેલ સુરત ખાતે રહેશે, પરંતુ આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર મોડી સાંજે હાર્દિક પટેલ સુરત છોડી અમદાવાદ આવશે અને ત્યાંથી ઘરે વિરમગામ જાય એવી સંભાવના છે.
First published: July 15, 2016, 12:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading