છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જો કે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં આવેલા હથનૂર ડેમ ઓવરફ્લો થયો, જેના 41 દરવાજા ખોલવાની ફરજ પડી હતી. જેના કારણે ગુજરાત રાજયના તાપી, સુરત ગામના લોકોએ એલર્ટ પર રાખી દેવામાં આવ્યાં છે.
ગુજરાત રાજયના અડીને આવેલા મહારાષ્ટ્રનાં જળગાંવ જિલ્લાનાં હથનૂર ડેમ વિસ્તારમાં 24 કલાકમાં 472 મીમી વરસાદ ખાબક્યો હતો. જેના કારણે હથનૂર ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. ડેમના સોમવારે બપોરે 3 કલાકે ટોટલ 41 દરવાજા ખોલી દેવામાં આવ્યાં છે. જેથી ડેમમાંથી પ્રતિ સેકંદ 4 હજાર 839 ક્યુસેક છોડવામાં આવતાં તાપી નદી કિનારે આવેલા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હથનૂરના પાણલોટ વિસ્તારમાં આવેલાં ગોપાલખેડા, લોહારા, દેડતલાઈ, ટેક્સા ચિખલદરા અને બ-હાણપૂર આ વિસ્તારમાં 24 કલાકમાં 472 મિલીમીટર વરસાદ નોંધાયો છે. મહારાષ્ટ્રનાં તાપી અને પુર્ણા નદીને મોટા પ્રમાણમાં પુર આવ્યા છે. મોટા પ્રમાણમાં વરસાદ પડતાં હથનૂર ડેમના 41 દરવાજા ઓપન કરી દેવામાં આવ્યો છે.આ વરસાદી સિઝનમાં પહેલીવાર 41 દરવાજા ઓપન કરવામાં આવ્યા છે.મધ્ય પ્રદેશ રાજ્યમાં બૈતૂલ વિસ્તારમાંથી તાપી નદીનો ઉદ્ગમ થયો છે.અને મહારાષ્ટ્ર વિદર્ભ વિસ્તારની પુર્ણા નદીને પુર આવતાં હથનૂર ડેમના પાણી વધી જતાં 41 દરવાજા ઓપન કરી દેવામાં આવ્યો છે. હથનૂર ડેમના અધિકારી કર્મચારીઓ ડેમ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.
હથનૂર ડેમનું પાણી હજુ ઉકાઈ ડેમમાં આવ્યું નથી. જો કે ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદના પગલે ડેમની સપાટી વધીને 282.43 ફૂટ પર પહોંચી છે. હાલ ડેમમાં પાણીની આવક 12,763 ક્યૂસેક અને જાવક 600 ક્યૂસેક છે. હથનૂરનું પાણી જેવું ઉકાઈ ડેમમાં આવશે કે સપાટીમાં ક્રમશઃ સારો એવો વધારો નોંધાશે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર