સેલવાસ: બાળકીની ઘાતકી હત્યા બાદ પિતાએ આપઘાત કરતા પરિવાર નોધારો બન્યો, 15 દિવસના બાળકે ગુમાવી છત્રછાયા

સેલવાસ: બાળકીની ઘાતકી હત્યા બાદ પિતાએ આપઘાત કરતા પરિવાર નોધારો બન્યો, 15 દિવસના બાળકે ગુમાવી છત્રછાયા
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

થોડા કલાકો પહેલા આનંદિત પરિવાર અચાનક દુખ અને આઘાતમાં સરી પડ્યો છે. માતા પર જાણે કોઇ વ્રજઘાત પડ્યો હોય તેવી તેમની સ્થિતિ છે.

 • Share this:
  ભરતસિંહ વાઢેર, સેલવાસ: સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના (Dadra Nagar haveli) નરોલી (Naroli) વિસ્તારમાં ચાર વર્ષની એક બાળકી (girl) પર તેના પડોશીએ કથિત દુષ્કર્મ આચરી અને તેની કરપીણ હત્યા (murder) કરી હોવાનો બનાવ બન્યો છે. ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. આ આઘાત સહી ન શકનાર બાળકીના પિતાએ પણ આપઘાત (father suicide) કરી લીધો છે. ત્યારે હવે પરિવારમાં માતા અને બાળકીનો 15 દિવસનો ભાઇ જ બચ્યાં છે. થોડા કલાકો પહેલા આનંદિત પરિવાર અચાનક દુખ અને આઘાતમાં સરી પડ્યો છે. માતા પર જાણે કોઇ વ્રજઘાત પડ્યો હોય તેવી તેમની સ્થિતિ છે.

  બાળકીનો મૃતદેહ કોથળામાં ભરી ફેંક્યો  મહત્વપૂર્ણ છે કે, નરોલી વિસ્તારના છેવાડે આવેલા એક એપાર્ટમેન્ટમાં બાળકી જ્યારે ગઈકાલે બપોરે ઘરની બહાર રમી રહી હતી એ વખતે જ આરોપી પડોશી બાળકીને ખેંચી અને પોતાના રૂમમાં લઇ ગયો હતો અને ત્યારબાદ તેની સાથે કથિત દુષ્કર્મ આચરી અને તેને તીક્ષણ હથિયારોના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી દીધી હતી. જે બાદ બાળકીના મૃતદેહને કોથળામાં ભરી બાથરૂમની બારીમાંથી પેસેજમાં ફેંકી દીધો હતો.

  સેલવાસ: પાડોશીએ ચાર વર્ષની બાળકીની કરી ક્રૂર હત્યા, દુષ્કર્મની આશંકા, આઘાતમાં પિતાનો આપઘાત

  પિતાએ પણ કર્યો આપઘાત

  બાળકી લાંબા સમય સુધી નહીં મળી આવતાં પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પોલીસને જાણ કરતા ઘટનાની ગંભીરતા જોઈ પ્રદેશ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. ન્યૂઝ18ગુજરાતીએ નરોલી વિસ્તારની ઘટના સ્થળની મુલાકાત લઈ અને બાળકીના પડોશીઓ સાથે વાત કરી હતી. ત્યારે અન્ય એક દુઃખની વા સામે આવી હતી. જાણવા મળ્યું હતું કે, બાળકીની સાથે બનેલી આ ઘટના બાદ તેના પિતા પણ આઘાતમાં મોડી રાત્રે ફિનાઇલ પી અને આપઘાત કરી લેતાં તેમનું પણ કરુણ મોત નીપજયું હતું.

  VIDEO: ઋષભ પંતે આર્ચરના બોલ પર પર મારી સિક્સર, તમે જોયો કે નહીં આ વાયરલ રિવર્સ શોટ  15 દિવસના બાળકે ગૂમાવી પિતાની છત્રછાયા

  આમ પોતાની ચાર વર્ષની બાળકીના સાથે બનેલી આ જઘન્ય ઘટના બાદ આઘાતમાં સરી પડેલા તેના પિતાએ પણ આપઘાત કરી લેતા હવે બાળકીના પરિવારમાં માત્ર તેનો 15 દિવસનો નાનો નવજાત ભાઈ અને તેની માતા જ બચ્યા છે.
  Published by:Kaushal Pancholi
  First published:March 13, 2021, 12:31 pm

  ટૉપ ન્યૂઝ