રાજ્યના 121 તાલુકામાં વરસાદ, વલસાડ જિલ્લામાં સરેરાશ 10 ઇંચ

News18 Gujarati
Updated: July 1, 2019, 11:40 AM IST
રાજ્યના 121 તાલુકામાં વરસાદ, વલસાડ જિલ્લામાં સરેરાશ 10 ઇંચ
વાપી-મુંબઈ હાઇવે પર પાણી ભરાયા

રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 15.13 ટકા વરસાદ પડ્યો છે. જૂન-2019માં રાજ્યમાં સરેરાશ 108.59 મિલીમીટર વરસાદ નોંધાયો છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સરેરાશ બે ઇંચ વરસાદ પડ્યો છે. સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લાના વાપી શહેરમાં 14.28 ઇંચ ખાબક્યો છે. વલસાડ જિલ્લામાં સિઝનનો 9.20 વરસાદ પડી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડ જિલ્લામાં સરેરાશ 10.28 ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 15.13 ટકા વરસાદ પડ્યો છે. જૂન-2019માં રાજ્યમાં સરેરાશ 108.59 મિલીમીટર વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી પડેલા વરસાદમાં છ તાલુકા એવા છે જ્યાં 20 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડ્યો છે. જ્યારે 44 તાલુકા એવા છે જ્યાં બે ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. 119 તાલુકા એવા છે જ્યાં બે થી પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો ભરૂચમાં સરેરાશ 14 મિમી, નર્મદામાં સરેરાશ 3 મિમી, તાપીમાં સરેરાશ બે મિમી, સુરતમાં સરેરાશ 27 મિમી, નવસારીમાં સરેરાશ 71 મિમી, વલસાડમાં સરેરાશ 257 મિમી અને ડાંગ જિલ્લામાં સરેરાશ 18 મિમી વરસાદ નોંધાયો છે.

સેટેલાઇટ તસવીર


ક્યાં કેટલો વરસાદ?

વલસાડ જિલ્લામાં નોંધાયેલો વરસાદધરમપુર--------164 MM ( 6.56 ઇંચ)
કપરાડા--------149 MM (5.96 ઇંચ )
પારડી---------253 MM (10.2 ઇંચ )
ઉમરગામ------285 MM (11.4 ઇંચ )
વલસાડ શહેર--336 MM (13.44 ઇંચ )
વાપી----------357 MM (14.28 ઇંચ )

સુરેન્દ્રનગર જિલ્લો

લીંબડી-----26 MM
ચુડા--------50 MM

રાજકોટ જિલ્લો

વિંછીયા----- 36 MM

ભાવનગર જિલ્લો

ભાવનગર શહેર---- 54 MM
મહુવા------------- 36 MM

બોટાદ જિલ્લો

રાણપુર-------- 43 MM

આણંદ જિલ્લો

બોરસદ------- 101 MM
ખંભાત------- 40 MM
પેટલાદ------- 56 MM
સોજીત્રા------- 61 MM
તારાપુર------- 25 MM

વડોદરા જિલ્લો

ડભોઈ------- 40 MM
કરજણ------- 29 MM
પાદરા------- 25 MM
વડોદરા------- 67 MM

છોટાઉદેપુર જિલ્લો

બોડેલી--------40 MM
છોટાઉદેપુર----39 MM
પાવી જેતપુર---70 MM
સંખેડા---------48 MM

પંચમહાલ જિલ્લો

ઘોઘંબા--------34 MM
ઘોધરા---------39 MM
જાંબુઘોડા------74 MM
સંખેડા---------32 MM

દાહોદ જિલ્લો

લીમખેડા------ 64 MM
સિંગવડ------- 36 MM

ભરૂચ જિલ્લો

અમોદ---------57 MM

સુરત જિલ્લો

બારડોલી ----- 33 MM
ચોર્યાસી-------38 MM
માંગરોળ------70 MM
પલસાણા------45 MM
ઉમરપાડા------53 MM

નવસારી જિલ્લો

ચીખલી------- 60 MM
ગણદેવી------ 58 MM
જલાલપોર---- 75 MM
ખેરગામ------ 205 MM

ડાંગ જિલ્લો

વઘઈ--------50 MM
First published: July 1, 2019, 9:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading