રાજદ્રોહ સહિતના ગુનામાં છેલ્લા નવ માસથી જેલમાં બંધ હાર્દિક પટેલની આજે જેલ મુક્તિ થઇ છે. વિસનગર કેસમાં બે જામીનદારોના પેપર વકીલે લાજપોર જેલમાં જમા કરાવતાં હાર્દિક પટેલની જેલ મુક્તિ થઇ છે. હાર્દિક જેવો જેલની બહાર આવ્યો કે તરત જ જય પાટીદાર જય સરદારના નારા ગૂંજી ઉઠ્યા હતા.

અમદાવાદ #રાજદ્રોહ સહિતના ગુનામાં છેલ્લા નવ માસથી જેલમાં બંધ હાર્દિક પટેલની આજે જેલ મુક્તિ થઇ છે. વિસનગર કેસમાં બે જામીનદારોના પેપર વકીલે લાજપોર જેલમાં જમા કરાવતાં હાર્દિક પટેલની જેલ મુક્તિ થઇ છે. હાર્દિક જેવો જેલની બહાર આવ્યો કે તરત જ જય પાટીદાર જય સરદારના નારા ગૂંજી ઉઠ્યા હતા.
માથે સાફો અને ઝભ્ભા લેંઘામાં બહાર આવેલા હાર્દિકને સમર્થકોએ ઉંચકી લીધો હતો અને જય પાટીદારના જય ઘોષ થયા હતા. શંખનાદ સાથે હાર્દિકનું સ્વાગત કરાયું હતું.
અનામત આંદોલનનો પ્રણેતા હાર્દિક પટેલ નવ માસ બાદ જેલમાંથી મુક્ત થતાં પાટીદારો આનંદથી ઝુુમી ઉઠ્યા હતા. લાજપોર જેલ બહાર જય પાટીદાર જય સરદારના નારા ગૂંજી ઉઠ્યા હતા.
જેલના મુખ્ય દરવાજાની બહાર આવતાં જ હાર્દિક પટેલને પાટીદારની 11 દિકરીઓ દ્વારા કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું. સમગ્ર માહોલ જય પાટીદાર જય સરદારના જયકારથી ગૂંજી ઉઠ્યો હતો.
અહીં નોંધનિય છે કે, હવે હાર્દિક પટેલ અહીં રોડ શો કરશે. જેમાં રાજ્યભરમાંથી આવેલા પાટીદાર યુવાનો, પાસ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાશે. બીજી તરફ પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર