સુરત : મતદાન ના કરતા શિક્ષિત લોકોએ આ કચરો વીણતી મહિલા પાસેથી શીખવું જોઈએ

સુરત : મતદાન ના કરતા શિક્ષિત લોકોએ આ કચરો વીણતી મહિલા પાસેથી શીખવું જોઈએ
સુરત : મતદાન ના કરતા શિક્ષિત લોકોએ આ કચરો વીણતી મહિલા પાસેથી શીખવું જોઈએ

અનેક શિક્ષિત મતદારો એવા છે જેઓ મતદાનથી દૂર રહે છે. પરંતુ કચરો ઉપાડતી મહિલા કોઈ પણ જાતના સ્વાર્થ વિના દરેક ચૂંટણીમાં મતદાન અવશ્ય કરે છે

  • Share this:
સુરત : સુરતમાં મહાનગરપાલિકા માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે તેવામાં શહેરમાં કેટલાક એવા લોકો છે કે જે શિક્ષિત હોવા છતાં મતદાન કરતા નથી. આવા લોકો એ કચરો વીણતી મહિલા પાસેથી શીખવાની જરૂર છે. રાંદેર વિસ્તારમાં કચરો વીણતી મહિલાએ સૌ પ્રથમ મતદાન ર્ક્યું હતું અને ત્યાર બાદ પોતાનું કચરો વીણવાનું કામ શરુ કર્યું હતું. લોકોને પણ મતદાન કરવા માટે પ્રેરિત પણ કર્યા હતા.

સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં અનેક શિક્ષિત મતદારો મતદાન નથી કરતા. મતદાન પ્રત્યે ઉદાસીન રહેતા આવા મતદારો માટે સુરતની એક અભણ મહિલા ઉદાહરણરૂપ બની ગઈ છે. કચરો વીણી જીવન ગુજારતી આ મહિલાએ પહેલા મતદાન કર્યા બાદ પોતાનું કામ પણ શરૂ કર્યું હતું.



આ પણ વાંચો - સુરત : 10 લાખે 1 વ્યક્તિમાં જોવા મળતી ફાઈબ્રોમેટોસિસની બીમારીને કિશોરીએ હરાવી

સુરતના રાંદેર ઝોન વિસ્તારમાં શીતલ ચાર રસ્તા નજીક રહેતા સીતાબેન વસાવા મતદાન જાગૃતિ માટે રોલમોડેલ બની શકે એમ છે. એકપણ ચૂંટણી એવી નથી કે જેમાં તેઓએ મતદાન ના કર્યું હોય. કચરો વીણીને પોતાની સાથે રહેતા પણ અનાથ બાળકોનું ગુજરાન કરતા સીતાબેન શીતલ નજીકની વસાહતમાં રહે છે. વહેલી સવારે મંદિરમાં પૂજા કર્યા બાદ કચરો વીણવાનું કામ કરે છે. જો તેઓ કચરો ના ઉપાડે તો તેમનું જીવન નિર્વાહ મુશ્કેલ બને તેમ છે. તેમ છતાં આજે પોતાનું કામ કર્યા પહેલા વહેલી સવારે સાત વાગ્યે તેઓ પહેલું મતદાન કરી આવ્યા છે.

આટલું નહીં પરંતુ આ અભણ મહિલા કચરો વીણતા અન્ય લોકોને પૂછે છે તમે મતદાન કરી આવ્યા? જો મતદાન નહીં કર્યો હોય તો મતદાન કરી આવો હું મતદાન કરી આવી છું. સુરતમાં અનેક શિક્ષિત મતદારો એવા છે જેઓ મતદાનથી દૂર રહે છે. પરંતુ કચરો ઉપાડતી મહિલા કોઈ પણ જાતના સ્વાર્થ વિના દરેક ચૂંટણીમાં મતદાન અવશ્ય કરે છે. તેવા મતદારો માટે આ મહિલા એક ઉત્તમ ઉદાહરણ સમાન છે.
Published by:Ashish Goyal
First published:February 21, 2021, 15:49 pm

ટૉપ ન્યૂઝ