Home /News /gujarat /

અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસા અંગે કરી મોટી વાત, 'રોહિણી નક્ષત્રનાં કારણે થશે શ્રીકાર વરસાદ'

અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસા અંગે કરી મોટી વાત, 'રોહિણી નક્ષત્રનાં કારણે થશે શ્રીકાર વરસાદ'

ફાઇલ તસવીર

'આગામી ચોમાસું ઘણું સારું રહેવાની શક્યતા છે. કારણ કે, ભૂતળમાં જે યોગ થાય છે તેને ગામઠી ભાષામાં રોહિણી નક્ષત્રમાં કહેવાય છે.'

  બારડોલી: Tauktae વાવાઝોડાંને કારણે રાજ્યનાં (Gujarat) હવામાનમાં પલટો આવ્યો હતો અને અનેક ભાગોમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ (rainfall) વરસ્યો હતો. હજી પણ પ્રિમોનસુન એક્ટિવિટીનાં કારણે રાજ્યનાં અનેક વિસ્તારોમાં બે દિવસ વરસાદ (monsoon 2021) વરસવાની આગાહી છે. જ્યારે, હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, ગયા વર્ષની સરખામણીએ આ વખતે મેઘરાજાનું આગમન વહેલું થશે. જો રાજ્યમાં ચોમાસું શરુ થવાની સત્તાવાર તારીખની વાત કરવામાં આવે તો 15 જૂન બાદ નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે. આ વર્ષે વરસાદ સામાન્ય રહેશે તેવી આગાહી હવામાન ખાતું પહેલા જ કરી ચૂક્યું છે. તો અંબાલાલ પટેલે (Ambalal Patel) આ વખતનાં ચોમાસા અંગે શું કહ્યું તે પણ જોઇએ.

  ચોમાસું સારું રહેવાની શક્યતા

  આ વખતનાં ચોમાસા અંગે આગાહીકાર અંબાલાલ પટેલે પણ ન્યૂઝ18 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં આગાહી કરી છે. તેમણે આગામી ચોમાસાની આગાહી કરતા જણાવ્યું કે, આગામી ચોમાસું ઘણું સારું રહેવાની શક્યતા છે. કારણ કે, ભૂતળમાં જે યોગ થાય છે તેને ગામઠી ભાષામાં રોહિણી નક્ષત્રમાં કહેવાય છે. જેથી નિયમિત વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતનાં કેટલાક ભાગોમાં 98થી 101 ટકા વરસાદ, ઘણાં ભાગોમાં 100 ટકા વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાત અને આસપાસનાં ભાગોમાં 106 ટકા વરસાદ થવાની શક્યતા છે. એટલે ગુજરાતમાં શ્રીકાર વરસાદ થવાની શક્યતા છે અને ચોમાસું સારું રહેવાની શક્યતા છે.

  રાજકોટમાં વરસાદથી કહીં ખુશી તો કહીં ગમનો માહોલ, આજી ડેમ ભરાતા ખેડૂતો ખુશ જ્યારે દીવાલ પડતા બેનાં મોત

  સૌરાષ્ટ્રના દરિયાકિનારે 14-15 જૂને વરસાદ થશે

  ખેડૂતો માટે કેવો વરસાદ રહેશે તેના સવાલમાં તેમણે જણાવ્યું કે, ખેડૂતો માટે પણ વરસાદ સારો રહેવાની શક્યતા છે. પાછોત્તર પણ વરસાદ થશે એટલે રવિ પાકો પણ સારા થવાની શક્યતાઓ છે. રાજ્યનાં વિવિધ ભાગોમાં એકાએક ગાજવીજ સાથે વરસાદ થશે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાનાં ભાગમાં 14-15 જૂને વરસાદ થશે અને તેનાથી વાવણી પણ શરૂ થઇ જશે. આ ઉપરાંત મુંબઇમાં 9, 10 અને 11 જૂનનાં રોજ વરસાદ થવાની શક્યતા છે.

  રાજ્યમાં શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ: છતાં અમદાવાદની 30થી વધુ શાળાઓમાં શૈક્ષણિક કામગીરી અટવાઈ



  નોંધનીય છે કે, છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહ્યું છે. ગત વર્ષે ગુજરાતમાં સરેરાશ 44.77 ઈંચ વરસાદ નોંધાયો હતો, અને ચોમાસું પણ પ્રમાણમાં ઘણું સારું રહ્યું હતું. તેમાંય સૂકા ગણાતા કચ્છમાં તો 45.74 ઈંચ સાથે સીઝનનો 282.08 ટકા વરસાદ પડ્યો હતો, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ગત વર્ષે 68.11 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ વર્ષે પણ ચોમાસું સારું રહે તેવી શક્યતા દેખાઇ રહી છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Ambalal Patel, June, Weather forecast, ગુજરાત, ચોમાસુ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन