Home /News /gujarat /

સુરતના સલાબતપુરામાં કથિત અપહરણને પગલે હંગામો, સ્થિતિ કાબૂમાં

સુરતના સલાબતપુરામાં કથિત અપહરણને પગલે હંગામો, સ્થિતિ કાબૂમાં

સુરતમાં સલાબતપુરા વિસ્તારમાં બાળકનું અપહરણ કરવાના કથિત મામલે ટોળાએ અપહરણકર્તાને ઢોર માર માર્યો હતો. ટોળાએ હંગામો મચાવતાં પોલીસે ટોળાંને વિખેરવા માટે બળ વાપર્યું હતું અને લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનાને પગલે મોડી રાતે આ વિસ્તારમાં સ્થિતિ તંગ બની હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
સુરત #સુરતમાં સલાબતપુરા વિસ્તારમાં બાળકનું અપહરણ કરવાના કથિત મામલે ટોળાએ અપહરણકર્તાને ઢોર માર માર્યો હતો. ટોળાએ હંગામો મચાવતાં પોલીસે ટોળાંને વિખેરવા માટે બળ વાપર્યું હતું અને લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનાને પગલે મોડી રાતે આ વિસ્તારમાં સ્થિતિ તંગ બની હતી.

સુરતના નવસારી વિસ્તારમાં ગત સાંજે એક બાળકનું અપહરણ કરવાના કથિત મામલે ભારે હંગામો થયો હતો. બાળકનું અપહરણ કરાતું હોવાનું ધ્યાને આવતાં લોકોએ અપહરણકર્તાને પકડી લીધો હતો અને ઢોર માર માર્યો હતો. જેને પગલે મામલો બીચકાયો હતો અને લોકોમાં જનાક્રોશ ફાટી નીકળ્યો હતો. પોલીસે સ્થિતિ પર કાબુ કરવા પ્રયાસ કરતાં પોલીસને પણ લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. છેવટે પોલીસે લાઢીચાર્જ કરવો પડ્યો હતો.

આ સ્થિતિ વચ્ચે સમગ્ર વિસ્તારમાં તંગદીલી જેવો માહોલ સર્જાયો હતો. પોલીસે મોડી રાતે કથિત અપહરણના કિસ્સામાં અપહરણકર્તા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
First published:

Tags: અપહરણ, સુરત, હંગામો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन