રાજય સરકારે આસામના ગૌહાટીથી એરલિફ્ટ કરી રેમડેસિવીર ઈન્જેક્શન સુરત પહોંચાડ્યા

રાજય સરકારે આસામના ગૌહાટીથી એરલિફ્ટ કરી રેમડેસિવીર ઈન્જેક્શન સુરત પહોંચાડ્યા
રાજય સરકારે આસામના ગૌહાટીથી એરલિફ્ટ કરી રેમડેસિવીર ઈન્જેક્શન સુરત પહોંચાડ્યા

આ ઈન્જેકશન લેવા માટે દર્દીઓના સંગાસંબંધીઓએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે

  • Share this:
સુરત : કોરોના પોઝિટિવ દર્દી માટે સંજીવની બુટ્ટી સમાન રેમડેસિવીર ઈન્જેકશનની અછત વચ્ચે રાજય સરકાર દ્વારા સુરત માટે ખાસ કિસ્સામાં આસામના ગૌહાટીથી એરલિફ્ટ કરી કિરણ હોસ્પિટલને સાંજ સુધીમાં ઈન્જેકશન પહોચાડવામાં આવશે. જયારે જિલ્લા કલેકટરને 2500 ઈન્જેકશનની ફાળવણી કરી દેવામાં આવી છે. જોકે હાલ કિરણ હોસ્પિટલ બહાર લોકોએ 3 કિલોમીટર લાંબી લાઈનો લગાવી છે. પરંતુ આ લાઈનો ઈન્જેકશન માટેની નહી પરંતુ ઈન્જેકશન લેવા માટેના ટોકનની લાઈન છે.

સુરતમાં કોરોનાએ કોળોકેર વર્તાયો છે. રોજના સેકડો દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. જેમાંથી ઘણા દર્દીઓની હાલત ગંભીર બની રહી છે. કોરોના પોઝિટિવ દર્દી માટે રેમડેસિવીર ઈન્જેકશન સંજીવની બુટ્ટી સમાન છે અને આ ઈન્જેકશન લેવા માટે દર્દીઓના સંગાસંબંધીઓએ ભારે હાલાકી ભોગવી પડી રહી છે. ગતરોજ જિલ્લા કલેકટરે ખાનગી હોસ્પિટલોને ઈન્જેકશન આપવાનો ઈન્કાર કરી દીધો છે. તો બીજી તરફ ભાજપ દ્વારા આ ઈન્જેકશન ફ્રી માં આપવાની જાહેરાત કરી છે તે વચ્ચે રાજય સરકાર દ્વારા સુરત માટે 12500 ઈન્જેકશન ફાળવ્યા છે.



આ પણ વાંચો - અમદાવાદ : એક્સપર્ટ ઓપિનિયન, કારણ વગર રેમડેસિવીર ઈન્જેક્શન લેવાથી કિડની-લીવર પર થઈ શકે છે અસર

રાજય સરકાર દ્વારા સુરતને ખાસ કિસ્સામાં આસામના ગૌહાટીથી એરલિફ્ટ કરીને કિરણ હોસ્પિટલને સાંજ સુધીમાં 10 હજાર ઈન્જેકશન પહોંચાડવામાં આવશે. જયારે જિલ્લા કલેકટરને 2500 ઈન્જેકશન પહોચાડી દીધા છે. આમ સરકાર દ્વારા એક જ દિવસમાં સુરતમાં 12500 રેમડેસિવીર ઈન્જેકશન ફાળવ્યા છે. જોકે આ બધા વચ્ચે કિરણ હોસ્પિટલમાં ઈન્જેકશનનો જથ્થો આવવાની જાણ થતા જ લોકોએ લાંબી લાઈનો લગાવી છે. લગભગ 3 કિલોમીટર જેટલી લાઈન લાગી છે.

પોતાના સ્વજનો બચાવવા માટે આ લાઈનોમાં તો ઉભા રહી ગયા પણ તેમને ખબર નથી કે આ લાઈન રેમડેસિવીર ઈન્જેકશન માટે નહીં પરંતુ આ લાઈન ઈન્જેકશન મેળવવા માટેના ટોકનની છે. જો કે લોકો તાપમાં પોતાના સ્વજનનો જીવ બચાવવા માટે મજબૂરીમાં લાઈનોમાં ઉભા રહ્યા છે. ત્યારે સરકારની આ નીતિને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
Published by:Ashish Goyal
First published:April 10, 2021, 16:55 pm

ટૉપ ન્યૂઝ