Home /News /gujarat /

Omicron : ઓમિક્રોનની દહેશત વચ્ચે ગુજરાતની સરકારી કોલેજના ડોક્ટરોનું હડતાલનું એલાન

Omicron : ઓમિક્રોનની દહેશત વચ્ચે ગુજરાતની સરકારી કોલેજના ડોક્ટરોનું હડતાલનું એલાન

સુરતના ડોક્ટરો સુત્રોચ્ચાર કરી રહ્યા છે

Gujarat Doctors on Strike: નીટ-પીજીનું કાઉન્સેલિંગ વારંવાર પાછળ ઠેલાવાના કારણે રેસિડેન્ટ ડોક્ટરોની (resident doctor) અછત સર્જાઈ છે. ડોક્ટરોએ આજે તા.7થી અનિશ્ચિત મુદતની હડતાલનું એલાન કર્યું છે.

    સુરત: રાજ્યની સરકારી મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ (Doctors on strike) પર ઉતર્યા છે. કામનું ભારણ વધતા અમદાવાદ, સુરત, વડોદરામાં તબીબો હડતાળ પર ઉતર્યા છે. નીટ-પીજીનું કાઉન્સેલિંગ વારંવાર પાછળ ઠેલાવાના કારણે રેસિડેન્ટ ડોક્ટરોની (resident doctor) અછત સર્જાઈ છે. ડોક્ટરોએ આજે તા.7થી અનિશ્ચિત મુદતની હડતાલનું એલાન કર્યું છે.

    રેસિડેન્ટ ડોક્ટરોની ઘટ પડી રહી છે

    એક બાજુ ઓમિક્રોનની દશતક વચ્ચે વધુ ડોક્ટરોની જરૂર છે ત્યાં સિવિલ હોસ્પિટલમાં જ રેસિડેન્ટ ડોક્ટરો જો તમામ સેવાઓથી અળગા રહેશે તો મોટી મુશ્કેલી ઉભી થઇ શકે છે. જુનિયર ડોક્ટર્સ એસોસિએશન હેઠળ રેસિડેન્ટ ડોક્ટરોએ અને અમદાવાદની સિવિલ, સુરત સિવિલ અને વડોદરા તેમજ જામનગરની સિવિલ હોસ્પિટલોના સુપ્રિ. દ્વારા સરકારના આરોગ્ય વિભાગને જુનિયર ડોક્ટરો આપવાની માંગણી કરવામા આવી હતી. હાલ હોસ્પિટલોમાં પીજી રેસિડેન્ટની પ્રથમ બેચ ન હોવાને લીધે રેસિડેન્ટ ડોક્ટરોની ઘટ પડી રહી છે જેથી જુનિયર નોન એકેડમિક રેસિડેન્ટ હંગામી ધોરણે મુકવા માટે રજૂઆત કરાઈ હતી. પરંતુ આ મુદ્દે કોઇ ચોક્કસ નિર્ણય લેવાયો નથી.

    રાજ્યમાં ડોક્ટરો હળતાળ પર


    ડોક્ટરોની આવી છે માંગો

    1. નીટ-પીજી કાઉન્સેલિંગ પ્રક્રિયા પાછળ ઠેલાવાથી સર્જાયેલી રેસિડેન્ટ ડોક્ટર્સની અછત પુરવા તાત્કાલિક ધોરણે જ્યાં સુધી નવા રેસિડેન્ટ ડોકટર્સની ભરતી ન થાય ત્યાં સુધી નોન એકેડેમિક જુનિયર રેસિડેન્ટ ડોક્ટર્સની ફાળવણી તથા નિમણૂક કરવામાં આવે.
    2. સિનિયર રેસિડેન્ટશીપને બોન્ડેડ સમયગાળામાં ગણવામાં આવે. આ પદ્વતિ 2018ની બેચ પુરતી માન્ય ગણવામાં આવી છે. પરંતુ તેનાથી કુશળ તબીબો સંલગ્ન હોસ્પિટલો તથા ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલોમાં મળી છે. જેથી આવનારી બેચમાં આ પદ્વતિને લાગુ કરવામાં આવે.

    3. યુજી, પીજી તથા સુપરસ્પેશ્યાલિટી રેસિડેન્ટ ડોક્ટર્સ માટે સળંગ બોન્ડ પદ્વતિ લાગુ કરવામાં આવે.
    4. બોન્ડેડ તબીબોની નિમણૂક તથા કામગીરીની ફાળવણી તેમની સ્પેશ્યાલિટી પ્રમાણે કરવામાં આવે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અમદાવાદ, ગુજરાત, વડોદરા, સુરત, હડતાલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन