Home /News /gujarat /ભરૂચ: 'દીકરા સવારે આવજે, ડૉક્ટર પાસે જઇશું,' ઘરે આવીને જોયું તો માતા-પિતા મૃત હાલમાં હતા

ભરૂચ: 'દીકરા સવારે આવજે, ડૉક્ટર પાસે જઇશું,' ઘરે આવીને જોયું તો માતા-પિતા મૃત હાલમાં હતા

પ્રતીકાત્મક તસવીર - shutterstock

કરણ અને પરિવારનાં અન્ય સભ્યોએ દંપતીને અનેકવાર ફોન કર્યા હતા પરંતુ તેઓ બંનેમાંથી કોઇએ ફોન ઉપાડ્યો ન હતો.

રાજ્યમાં (Gujarat) અન્ય શહેરોની જેમ જ ભરૂચમાં (Bharuch) પણ કોરોના વાયરસનું (coronavirus) સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. ત્યારે ભરૂચની પ્રસાદ સોસાયટીમાં રહેતા દંપતીના (couple) મૃતદેહ તેમના ઘરમાંથી મળ્યાં છે. પતિ રાજેન્દ્રસિંહ પરમાર સૂરત ખાતે પોલીસ વિભાગ કામ કરતા હતા. જેમણે સ્વૈચ્છિક નિવૃત્તી લીધી હતી. તેઓ પત્ની તારાબેન સાથે ભરૂચ ખાતેના ઘરમાં એકલા રહેતા હતા. તેમનો પુત્ર કરણ બેનના ઘરે રહેતો હતો. નોંધનીય છે કે, મૃતક દંપતીને કોરોના થયાના કારણે ઘરમાં જ આઇશોલેશનમાં રહેતા હતા.

મળતી માહિતી પ્રમાણે, રાજેન્દ્રસિંહ પરમારને કોરોનાનું સંક્રમણ થયું હતુ. જેથી તેઓ હોમ આઇસોલેશનમાં હતાં. જેના કારણે માનવામાં આવે છે કે, તેમની પત્ની પણ સંક્રમિત થયા હતા. દંપતીએ ગઇકાલે રાત્રે જ પુત્ર સાથે ફોન પર વાત કરી હતી અને તેને સવારે ઘરે આવવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેમની તબિયત બરાબર નથી એટલે તું સવારે આવજે એટલે દવાખાને જઇશું. જેથી તેમનો પુત્ર કરણ તેના બનેવી સાથે ઘરે આવ્યો હતો.

દેશનાં 74.15% કેસ માત્ર આ દસ રાજ્યોમાં છે, ગુજરાત પણ છે આ લિસ્ટમાં

કરણ અને પરિવારનાં અન્ય સભ્યોએ દંપતીને અનેકવાર ફોન કર્યા હતા પરંતુ તેઓ બંનેમાંથી કોઇએ ફોન ઉપાડ્યો ન હતો. જેથી તેઓ ઘણાં જ ચિતિંત થયા હતા. જોકે, ઘરે જઇને ખબર પડી કે , તેઓ બંને ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યાં છે. આ જોતા પુત્ર સહિત પરિવારનાં સભ્યો પર દુખનો પહાડ પડ્યો હોય તેવું ગમગીન વાતાવરણ થઇ ગયું હતું. દંપતીનાં ભરુચ કોવિડ સ્મશાનમાં અંતિમ વિધિ કરવામાં આવી છે.

અમદાવાદઃ આ આર્યુવેદિક દવાથી સિવિલમાં 8000 કોરોના દર્દીઓએ મેળવી રાહત, ફટાફટ તમે પણ જાણી લો

બીજી બાજુ ભરૂચમાં કોરોનાનો મૃત્યુઆંક ભયાનક રીતે વધી રહ્યો છે. શનિવારે સૌથી વધુ 45 લોકોના મોત થયાં હતાં. જે બાદ શનિવારે 21 કલાકમાં 35 લોકોને અગ્નિદાહ અપાયો હતો. શનિવારે જિલ્લામાં 154 નવા કેસ નોંધાયાં હતાં. જે પૈકી ભરુચ અને અંક્લેશ્વરમાં જ 100 કેસ હતાં.
" isDesktop="true" id="1091056" >



જેમાં ભરૂચમાં 60 અને અંક્લેશ્વરમાં 40 સહિત હાંસોટમાં 18, નેત્રંગમાં 13, વાગરામાં 9, જંબુસરમાં 7, આમોદમાં 4 અને ઝઘડિયામાં 3 કેસ મળી કુલ આંક 6258 પર પહોંચ્યો હતો. જિલ્લામાં નોંધાયેલાં 154 કેસ પૈકી માત્ર 52 જ કેસ 4 નગરપાલિકા વિસ્તારમાં નોંધાયાં હતાં. જ્યારે અન્ય 102 કેસ ગ્રામ્ય વિસ્તારોમાં આવ્યાં હતાં. કોરોનાથી મૃત્યુ પામનાર બે દર્દીના ડેથ ઓડિટ રિપોર્ટ આવતાં સરકારી ચોપડે મૃત્યુઆંક 54 થયો હતો.
First published:

Tags: Bharuch, Coronavirus, Couple, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો