દિવાળી પહેલા જ તેલમાં ભળકોઃ સિંગતેલના ડબ્બાનો ભાવ ૨૦૦૦ની સપાટીને પાર

News18 Gujarati | Pradesh18
Updated: October 5, 2016, 7:35 PM IST
દિવાળી પહેલા જ તેલમાં ભળકોઃ સિંગતેલના ડબ્બાનો ભાવ ૨૦૦૦ની સપાટીને પાર
રાજકોટઃ તહેવારોના દિવસો ચાલી રહ્યા છે. દિવાળીના તહેવારો પણ નજીક આવી રહ્યા છે તેવા સમયે સિંગતેલના ભાવોમાં ભડકો જોવા મળી રહ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવોમાં છેલ્લા બે દિવસથી સતત વધારો નોંધાયો છે, સટોડીયાઓ બજારમાં માલની અછત નું બહાનું ધરી ભાવમાં વધારો કરી રહ્યા છે ત્યારે હવે તંત્ર પણ આવા સતોસીયાઓ સામે કાર્યવાહી કરવા તૈયારી કરી છે અને આવનારા દિવસોમાં તેલના ભાવોને અંકુશમાં લેં કડકમાં કડક પગલા ભરવાની તંત્રએ તૈયારી દર્શાવી છે.

  • Pradesh18
  • Last Updated: October 5, 2016, 7:35 PM IST
  • Share this:
રાજકોટઃ તહેવારોના દિવસો ચાલી રહ્યા છે. દિવાળીના તહેવારો પણ નજીક આવી રહ્યા છે તેવા સમયે સિંગતેલના ભાવોમાં ભડકો જોવા મળી રહ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવોમાં છેલ્લા બે દિવસથી સતત વધારો નોંધાયો છે, સટોડીયાઓ બજારમાં માલની અછત નું બહાનું ધરી ભાવમાં વધારો કરી રહ્યા છે ત્યારે હવે તંત્ર પણ આવા સતોસીયાઓ સામે કાર્યવાહી કરવા તૈયારી કરી છે અને આવનારા દિવસોમાં તેલના ભાવોને અંકુશમાં લેં કડકમાં કડક પગલા ભરવાની તંત્રએ તૈયારી દર્શાવી છે.

જે રીતે નવરાત્રીની મોસમ ચાલી રહી છે અને દિવાળીના તહેવારો પણ નજીક આવી રહ્યા છે ત્યારે કોઈ ને કોઈ બહાના હેઠળ સટોડીયાઓ સિંગતેલના ભાવોમાં વધારો કરતા હોઈ છે. બજારમાં માલની અછત હોવાથી સિંગતેલમાં સતત ભાવો વધી રહ્યા છે અને છેલ્લા બે દિવસમાં સિંગતેલમાં રૂપિયા ૬૦ નો વધારો નોંધાતા ડબ્બાના ભાવ ૨૦૦૦ ની સપાટીને પાર કરી ગયા છે. તો સાથેજ ફરસાણ અને ગરીબ વર્ગમાં વપરાતા કપાસિયા તેલમાં પણ રૂપિયા ૨૦ નો વધારો જોવા મળ્યો છે.
એક તરફ ચોમાસાની શરૂવાતમાં રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો થયો હતો જેને કારણે મોટા ભાગના ખેડૂતોએ પોતાનું વાવેતર કરી લીધું હતું પરંતુ તેને વરસાદની અચતને લઈને નુકશાન ભોગવવું પડી રહ્યું છે તો બીજી તરફ જે ખેડૂતને સારું વાવેતર થયું છે તેને અત્યારનો વરસાદને કારણે મુશ્કેલી પડી રહી છે ત્યારે આ વર્ષે મગફળીના પાકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળશે જેથી સિંગતેલના ભાવોમાં પણ હજી વધારો નોંધાશે. જોકે તેલના વધતા જતા ભાવોને લઈને કલેકટરે તપાસના આદેશ આપ્યા છે અને તહેવારો સમયે ભાવ અંકુશમાં રહે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં સોમા સાથે બેઠક પણ યોજવામાં આવશે.

ફાઇલ તસવીર
First published: October 5, 2016, 7:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading