Home /News /gujarat /

સુરત એરપોર્ટ પરથી બે વ્યક્તિઓ પાસેથી મળ્યું 32 લાખથી વધુનું સોનું, માનવામાં નહીં આવે ત્યાં સંતાડ્યું હતું

સુરત એરપોર્ટ પરથી બે વ્યક્તિઓ પાસેથી મળ્યું 32 લાખથી વધુનું સોનું, માનવામાં નહીં આવે ત્યાં સંતાડ્યું હતું

ડુમ્મસ એરપોર્ટ

Surat News: સુરત એરપોર્ટ ઉપર શારજાહથી આવેલી ફ્લાઇટમાંથી આવેલા બે શખ્સોની તપાસ કરતા તેમની પાસેથી 32 લાખનું સ્મગલિંગ ગોલ્ડ મળતા DRIએ બંનેને ડિટેઇન કરી પૂછપરછ હાથ ધરી છે

સુરત: શહેરના (Surat) એરપોર્ટ પર થોડા દિવસ થાય દાણચોરી  (gold smuglling) ચોરીનું પકડાવાની ઘટના સામાન્ય બનતી જાય તેવું લાગી રહ્યું છે. ત્યારે ફરી એક વખત શારજાહથી  આવેલી ફ્લાઈટમાં ૨ વ્યક્તિ પાસેથી સુરત DRIએ વિભાગ દ્વારા 600 ગ્રામ સોનું તેની કિંમત 32 લાખ રૂપિયા થાય છે, જે કબજે કર્યા બંને વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

સુરત એરપોર્ટ પર મુસાફરોનો દિવસેને દિવસે ટ્રાફિક વધી રહ્યો છે. તેને લઈને સરકાર દ્વારા સુરત શારજાહથી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. જોકે, ફ્લાઈટમાં આવતા મુસાફરો સોનાની દાણચોરી કરતા હોવાની વિગતોને લઈને સતત તપાસ કરવામાં આવતા અત્યાર સુધી અનેક લોકો ચોરી કરતા પકડાયા છે ક્યારે વધુ બે વ્યક્તિઓ સોનાની દાણચોરી કરતા ડીઆરઆઇ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો - સુરત: પોલીસ તરીકેની ઓળખ આપી ગઠિયાએ 10 જ્યોતિષ પાસેથી પૈસા પડાવી લીધા

સુરત એરપોર્ટ ઉપર શારજાહથી આવેલી ફ્લાઇટમાંથી આવેલા બે શખ્સોની તપાસ કરતા તેમની પાસેથી 32 લાખનું સ્મગલિંગ ગોલ્ડ મળતા DRIએ બંનેને ડિટેઇન કરી પૂછપરછ હાથ ધરી છે. બંનેએ પેન્ટની ઝીપમાં સોનુ છુપાવીને લાવ્યાની આશંકા હતી પરંતુ બાતમી મુજબ ટ્રોલીની ચકાસણી કરતા નીચે સંતાડવામાં આવેલુ 600 ગ્રામ સોનુ મળી આવ્યું હતું.

આ પણ વાંચો - દક્ષિણ ગુજરાતના તમામ અપડેટ અહીં વાંચો

સુરતમાં કોઈ વ્યક્તિને સોનુ આપવા માટે લાવ્યા હોવાની હાલ કબુલાત બંનેે વ્યક્તિ એ કરી છે. બંને વ્યક્તિ અંકલેશ્વરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. સુરત  DRI વિભાગ દ્વારા બંને વિશ્વમાં વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે પ્રથમ ઉપદેશ નથી અત્યાર સુધી અનેક વખત ફ્લાઈટમાં આ જ પ્રકારનું સોનું ઝડપાઈ ચૂક્યું છે.



ત્યારે હવે દાણચોરો માટે અન્ય એરપોર્ટો પર ચેકિંગ વધતા સુરત એરપોર્ટ સૌથી સરળ બન્યું છે અને અવારનવાર  સોના સાથે સુરત એરપોર્ટ પર અલગ-અલગ ઈસમો ઝડપાઈ રહ્યા છે ત્યારે હવે સુરત એરપોર્ટ ઉપર વધુ કડક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, દાણચોરી, સુરત

આગામી સમાચાર