Home /News /gujarat /સોનાના ભાવ ઘટી 29હજારની નજીક, ઘરાકી ખુલતા જવેલર્સોની દીવાળી!

સોનાના ભાવ ઘટી 29હજારની નજીક, ઘરાકી ખુલતા જવેલર્સોની દીવાળી!

સુરતઃ આ વર્ષે ચોમાસાની સીઝન સાથે ઇન્ટરનેશનલ માર્કેટ નીચું આવતા સોનાના ભાવમાં ધરખમ ધટાડો થયો છે. જેને લઇને હાલ જવેલર્સોમાં સામી દિવાળીએ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે .રૂ. 31 હજારે પહોંચેલો સોનાનો ભાવ ઘટીને રૂ. 29 હજારની નજીક પહોંચતા ગ્રાહકોએ પણ ખરીદી માટે દોટ મુકી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
    સુરતઃ આ વર્ષે ચોમાસાની સીઝન સાથે ઇન્ટરનેશનલ માર્કેટ નીચું આવતા સોનાના ભાવમાં ધરખમ ધટાડો થયો છે. જેને લઇને હાલ જવેલર્સોમાં સામી દિવાળીએ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે .રૂ. 31 હજારે પહોંચેલો સોનાનો ભાવ ઘટીને રૂ. 29 હજારની નજીક પહોંચતા ગ્રાહકોએ પણ ખરીદી માટે દોટ મુકી છે.
    છેલ્લા છ મહિના દરમિયાન સોનાના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો હતો. જેને લઇને જવેલર્સોની ઘરાકી પર ભારે અસર જોવા મળી રહી હતી. જવેલર્સોને એમ હતુ કે આ વખતની દિવાળી તેઓની બગડશે. જો કે છેલ્લા સપ્તાહ દરમિયાન જે રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઘટયા છે તેમજ ચોમાસુ પણ સારી ગયુ હોય તેને લઇને ફરી એક વખત સોનાના ભાવમાં ઘરખમ ઘટાડો જોવા મળ્યો છે.

    જે ભાવ અત્યાર સુધી 31 હજારની સપાટીએ આંબી ગયો હતો તે હાલ 29 હજાર પર પહોંચ્યો છે. ભાવમાં ઘરખમ ઘટાડો થતા જવેલર્સોંમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તેમજ દિવાળી પૂ્ર્વે સોનાની ખરીદી નીકળતા આ વર્ષેની દિવાળી જવેલર્સોની સુધરી હોય તેવું લાગી રહ્યુ છે. પાછલા વર્ષ કરતા આ વર્ષે 25 ટકા ઘરાકી વધશે તેવું અનુમાન સેવાય રહ્યુ છે.
    First published:

    Tags: ગોલ્ડ, જવેલર્સ, દિવાળી, વેપાર