Home /News /gujarat /

વલસાડ ટ્રેનમાં યુવતીના મોત અંગે મોટો ખુલાસો, યુવતી સુરત રેલવે સ્ટેશન પર દેખાઇ, જુઓ CCTV

વલસાડ ટ્રેનમાં યુવતીના મોત અંગે મોટો ખુલાસો, યુવતી સુરત રેલવે સ્ટેશન પર દેખાઇ, જુઓ CCTV

સીસીટીવીમાંથી લીઘેલી તસવીર

અમદાવાદ ક્રાઇમ બ્રાચના બે પી.આઇ. વડોદરા આવી પહોંચ્યા હતા. જ્યાં બળાત્કાર ગુજારવામાં આવ્યો તે વેક્સિન ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી.

  સુરત : વલસાડમાં ટ્રેનના ડબ્બામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને નવસારીની વિદ્યાર્થીનીએ કરેલી આત્મહત્યા કેસમાં એક પછી એક ખુલાસા થઇ રહ્યા છે. યુવતી વડોદારમાં ભણતી હતી અને એખ સામાજિક સંસ્થામાં કામ કરતી નવસારીની યુવતી પર વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડમાં રિક્ષા ચાલકે અન્યો સાથે મળીને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં પોલીસે એક બસ ડ્રાઈવરને શોધી તેનું નિવેદન નોંધ્યું છે, જો કે ઘટના મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. આ કેસમાં પોલીસને મહત્વના સીસીટીવી ફુટેજ પણ મળ્યા છે. આ ઘટનામાં તપાસ એજન્સીઓએ સુરત રેલવે સ્ટેશનના CCTV મેળવ્યા છે. સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસતી યુવતીના CCTV મળી આવ્યા છે. સુરતથી વલસાડ ગયા બાદ યુવતીનો મૃતદેહ મળ્યો હતો. સુરતથી વલસાડ વચ્ચે શું ઘટનાક્રમ બન્યો એ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

  તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ જોડાયુ

  વલસાડમાં ગુજરાત ક્વિન એક્સપ્રેસમાં ફાંસો ખાઇ આપઘાત કરી લેનાર યુવતીના કેસમાં એક બાદ એક વળાંક આવ્યા છે. યુવતી ઉપર વડોદરાના દિવાળીપુરા પાસે આવેલ વેક્સિન ઇન્સ્ટીટ્યૂટના મેદાનમાં દુષ્કર્મ આચરાયું હોવાની વિગતો ડાયરીના આધારે બહાર આવતા ગોત્રી પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. ચકચારી દુષ્કર્મ બાદ આપઘાત કરી લેનાર યુવતીના કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઇ છે. સાંજે અમદાવાદ ક્રાઇમ બ્રાચના બે પી.આઇ. વડોદરા આવી પહોંચ્યા હતા. જ્યાં બળાત્કાર ગુજારવામાં આવ્યો તે વેક્સિન ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી.

  ખાનગી બસ ચાલકે પણ આપ્યું હતુ ખાસ નિવેદન

  દુષ્કર્મ બાદ ત્યાંથી પસાર થતી એક બસના ડ્રાઇવર યુવતીને ઘર સુધી જવામાં મદદરૂપ થયા હતા. આ નોંધ પણ ડાયરીમાં મળી આવી છે. યુવતીને ઘર સુધી જવામાં મદદરૂપ થનાર ખાનગી બસ ચાલકે જણાવ્યું હતું કે, હું વેક્સિન મેદાનમાં સાંજે બસ પાર્ક કરવા માટે ગયો હતો. ત્યાં યુવતી એક ઝાડ નીચે અર્ધનગ્ન અવસ્થામાં ઉભી હતી. તેને તેના પર બળાત્કાર થવાની વાત કહી હતી. બે યુવાનો મારા હાથ બાંધીને અને મોંઢા ઉપર ડૂચા મારી રિક્ષામાં લઇ આવ્યા હતા અને મારા ઉપર બળાત્કાર કર્યો છે. તેના કપડાં શોધીને તેને પહેરાવી તેની સહેલી પાસે પહોંચતી કરી હતી.

  આ પણ વાંચો: લીલી પરિક્રમા પહેલા ભક્તોમાં રોષ: 'ચૂંટણીમાં કાંઇ નડતું નથી પરંતુ આસ્થાની વાત આવે ત્યારે જ બધું નડે છે'

  બસ ચાલકે જણાવ્યું હતું કે, યુવતીએ વધારે કોઇ જવાબ આપ્યા ન હતો. દરમિયાન એક પશુપાલક કાકા આવી પહોંચ્યા હતા. બાદમાં હું અને કાકા મોબાઇલ ટોર્ચની મદદથી યુવતીએ બતાવેલા સ્થળ પાસેથી લેંગીસ અને ચપ્પલ શોધી લાવ્યા હતા. લેંગીસ ફાટેલી હતી. કપડાં પહેર્યા બાદ તેણે મારા મોબાઇલ ફોન ઉપર તેની સહેલીને ફોન કર્યો હતો. સહેલીને ચકલી સર્કલ પાસે આવવા માટે જણાવ્યું હતું. યુવતીને લઇને ચકલી સર્કલ પહોંચ્યા હતા. જ્યાં તેની સહેલી આવતા સોંપી તેની સાથે ગઈ હતી.  શું છે સમગ્ર ઘટના

  દિવાળીના દિવસે મોડીરાત્રે વલસાડ રેલવે સ્ટેશન પર આવેલી ગુજરાત ક્વીન ટ્રેનના ડી-12 નંબરના ડબ્બામાં એક યુવતીનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ટ્રેનના ડબ્બામાં સામાન મૂકવાની રેકથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળતા રેલવે પોલીસ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હતા. સમગ્ર ઘટનામાં રેલવે પોલીસે તપાસ આદરી હતી. આ પછી એક ડાયરથી બધા ખુલાસા થયા છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Girl suicide, Valsad, ગુજરાત, વડોદરા, સુરત

  આગામી સમાચાર