Home /News /gujarat /

Surat Accident: બાળકીને ટ્રકચાલકે કચડી નાખી, સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ

Surat Accident: બાળકીને ટ્રકચાલકે કચડી નાખી, સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ

સુરતના અમરોલી વિસ્તારમાં છાપરાભાઠા રોડ ઉપર સીતાનગર મઢુલી ચાર રસ્તા પાસે એક ટ્રકે અકસ્માત કર્યો

accident news - દિશા પ્રાથમિક શાળામાં ધોરણ-7માં અભ્યાસ કરતી હતી, બપોરના સમયે સ્કૂલેથી ઘરે પગપાળા પરત આવી રહી હતી. ત્યારે ટ્રકના ચાલકે દિશાને અડફેટમાં લઈ કચડી નાખી

સુરત : સુરતના (Surat)અમરોલી વિસ્તારમાં છાપરા ભાટા નજીક આવેલ સીતારામ મઢુલી ચાર રસ્તા પાસે એક ટ્રકે બાળકીને અડફેટે (Accident CCTV)લેતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં (Accident News)કેદ થઈ હતી. દિવસ દરમિયાન ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં તે રસ્તા પર દોડી રહ્યા છે જેના કારણે માસૂમ બાળાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. સ્થાનિક લોકોએ ડ્રાઈવરને પકડી પોલીસને (Police)હવાલે કર્યો હતો. જોકે માત્ર 24 કલાકમાં ડ્રાઇવર જામીન પર છૂટી જતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.

સુરતના અમરોલી વિસ્તારમાં છાપરાભાઠા રોડ ઉપર સીતાનગર મઢુલી ચાર રસ્તા પાસે એક ટ્રકે અકસ્માત કર્યો હતો. શ્રમિક પરિવારની યુવતીનું મોત થતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા હતા. અમરોલીના છાપરાભાઠામાં એન્ટિલિયા ડ્રિમ્સમાં મજૂરી કામ કરીને 42 વર્ષીય દીપકભાઈ પીપલિયા પરિવારનું ભરણપોષણ કરતા હતા. તે પત્ની, 8 વર્ષીય પુત્ર ધીયાન અને 12 વર્ષીય પુત્રી દિશા સાથે રહેતા હતા. દિશા છાપરાભાઠાની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ-7માં અભ્યાસ કરતી હતી. શુક્રવારે દિશા બપોરના સમયે સ્કૂલેથી ઘરે પગપાળા પરત આવી રહી હતી. ત્યારે બાપા સીતારામ મઢુલી ચાર રસ્તા પાસે કાળમુખી ટ્રકના ચાલકે દિશાને અડફેટમાં લઈ કચડી નાખી હતી. અકસ્માત બાદ ઘટના સ્થળે જ દિશાનું મોત નિપજયું હતું. ઘટના બાદ ભાગી ગયેલા ટ્રકના ચાલકને અમરોલી પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો હતો.

આ પણ વાંચો - અમદાવાદ : ગળું દબાવી પત્નીની હત્યા કરનાર હત્યારો પતિ ઝડપાયો, જાણો કેમ કરી પત્નીની હત્યા

અકસ્માતની ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થતા હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે દિવસ દરમિયાન ભારે વાહનો સિટી વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનો ફરી રહ્યા છે. ત્યારે સરકાર અને પોલીસની ઢીલી નીતિ ને લઈને પ્રતિબંધિત વિસ્તારમાં આવેલી ટ્રકે એક બાળકીને કચડી નાખી હતી. આ ઘટનાને લઇને અનેક સવાલો ઉભા થયા છે. સાથે સાથે ટ્રકનું 2016માં પાર્સિંગ થયું હતું. PUC, ફિટનેસ સર્ટી અને વીમા વગર ટ્રક રોડ ઉપર દોડી રહી હતી.

આ પણ વાંચો - ‘મને ટ્યુશનમાં ન આવડે’,એવું બોલવાર બાળક છે સુરતનો રામ, આ વિશે શું કહે છે તેના માતા-પિતા

અકસ્માત કરનાર ડ્રાઇવરની પોલીસે ધરપકડ કર્યા બાદ ગણતરીના કલાકોમાં તેને પણ જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. તેને લઈને પોલીસની કામગીરી અને પોલીસને આ નિયમોને લઈને સવાલ સાથે લોકોના રોજ જોવા મળી રહ્યા છે. અકસ્માતમાં દિશાની આંખો સ્વસ્થ હોવાથી માતા-પિતા સાથે પીપલિયા પરિવાર દ્વારા સમાજમાં ઉત્તર ઉદાહરણ પૂરું પાડી શકાય તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. કતારગામની લોકદ્રદિ ચક્ષુબેંક સંસ્થાને દિશાની બંને આંખોનું દાન કરવામાં આવ્યું છે. જેની બંને આંખો અલગ-અલગ બે વ્યક્તિઓને અપાઇ છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Accident CCTV, Accident News, સુરત

આગામી સમાચાર